ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 મે 2020
હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાનના કારણે 15 મેના રોજ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી તેમજ અંદમાન સમુદ્ર પર પ્રતિકૂળ હવામાન રહેશે. ભારતીય હવામાન ખાતા એ માહિતી આપી હતી કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ અંદમાન સમુદ્રની નજીક એક નીચા દબાણનું વર્તુળ રચાઇ રહ્યું છે, જેના કારણે 16 મેની સાંજે ચક્રવાતી તોફાન આવી શકે એવી શક્યતા છે. જો તે ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થાય, તો 17 મે સુધીમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ જશે અને ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમમાં આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાનની સંભાવનાને કારણે 15 મેના રોજ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રની આસપાસ પ્રતિકૂળ હવામાન રહેશે..
