Site icon

5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’

એડ્રેસ પ્રૂફ વગર મળશે 5 કિલોના LPG સિલિન્ડર; મંત્રાલયે દૈનિક પુરવઠો બમણો કર્યો, પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય

LPG Crisis Solution: Indian Govt Ramps Up Supply of 5kg FTL Cylinders; 6.6 Lakh Units Sold Amid Middle East War

LPG Crisis Solution: Indian Govt Ramps Up Supply of 5kg FTL Cylinders; 6.6 Lakh Units Sold Amid Middle East War

News Continuous Bureau | Mumbai

5kg LPG FTL Cylinder Rules 2026 કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવીને 5 કિલોના FTL સિલિન્ડરની સપ્લાય અને વિતરણને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યો છે. આ પત્ર ખાસ કરીને એવા લોકો માટે જારી કરવામાં આવ્યો છે જેમની પાસે કાયમી સરનામું કે એડ્રેસ પ્રૂફ નથી. મંત્રાલયે માહિતી આપી છે કે પરપ્રાંતિય મજૂરો માટે ઉપલબ્ધ 5 કિલોના સિલિન્ડરનો દૈનિક જથ્થો હવે બમણો કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈને પણ રસોઈ ગેસની અછત ન વર્તાય.

Join Our WhatsApp Community

પત્રના મુખ્ય મુદ્દાઓ અને વિતરણ વ્યવસ્થા

મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચ 2026 દરમિયાન પરપ્રાંતિય મજૂરોને આપવામાં આવેલા સરેરાશ દૈનિક પુરવઠાને આધારે આ વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો જથ્થો સંપૂર્ણપણે રાજ્ય સરકારો અને ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા વિભાગના નિયંત્રણ હેઠળ રહેશે. રાજ્ય સરકારોએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની મદદથી આ સિલિન્ડરોનું પારદર્શક વિતરણ સુનિશ્ચિત કરવાનું રહેશે, જેથી કાળાબજાર કે દુરુપયોગ રોકી શકાય.

એડ્રેસ પ્રૂફની જરૂર નહીં, માત્ર ઓળખપત્ર પર મળશે લાભ

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે 5 કિલોના આ FTL સિલિન્ડર મેળવવા માટે કોઈ એડ્રેસ પ્રૂફ (સરનામાના પુરાવા) ની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ માત્ર પોતાના માન્ય ઓળખપત્ર (જેમ કે આધાર કાર્ડ અથવા વોટર આઈડી) દ્વારા નજીકના એલપીજી ડિસ્ટ્રિબ્યુટર પાસેથી આ સિલિન્ડર ખરીદી શકે છે. આ સિલિન્ડરો બજાર ભાવે (નોન-સબસિડી) ઉપલબ્ધ રહેશે, જે ખાસ કરીને મજૂરો અને વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.

પશ્ચિમ એશિયાના તણાવને જોતા લેવાયો નિર્ણય

હાલમાં પશ્ચિમ એશિયામાં જે પ્રકારની યુદ્ધ જેવી સ્થિતિ અને તણાવ પ્રવર્તી રહ્યો છે, તેને જોતા ભવિષ્યમાં ઇંધણના પુરવઠા પર અસર પડી શકે છે. આ સંભવિત કટોકટીને પહોંચી વળવા અને સમાજના નબળા વર્ગને રસોઈના ઇંધણની સુવિધા મળી રહે તે માટે સરકારે આ સક્રિય પગલું ભર્યું છે. કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે આ વધારાના સિલિન્ડરનો ઉપયોગ માત્ર અને માત્ર પરપ્રાંતિય મજૂરોની જરૂરિયાત પૂરી કરવા માટે જ થવો જોઈએ.

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
BJP Foundation Day: ભાજપનો આગામી રોડમેપ તૈયાર! રામ મંદિર અને આર્ટિકલ ૩૭૦ બાદ હવે આ ૨ મોટા એજન્ડા પર નજર, પીએમ મોદીએ આપ્યા સંકેત.
Exit mobile version