MahaKumbh 2025: વિશ્વભરના શ્રદ્ધાળુઓનો આત્મિક અનુભવ, વસંત પંચમીના પાવન દિવસે આટલા કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું

MahaKumbh 2025: 35 કરોડ આત્માઓ શ્રદ્ધાની યાત્રા પર, વસંત પંચમી પર ઐતિહાસિક સ્નાન

MahaKumbh 2025 Spiritual experience of devotees from all over the world

News Continuous Bureau | Mumbai

MahaKumbh 2025: વસંત પંચમી પર ઐતિહાસિક સ્નાન

Join Our WhatsApp Community
 
તારીખ યાત્રાળુઓની સંચિત સંખ્યા
14 જાન્યુઆરી 2025 3.5 કરોડ +
17 જાન્યુઆરી 2025 7 કરોડ +
19 જાન્યુઆરી 2025 8 કરોડ +
23 જાન્યુઆરી 2025 10 કરોડ +
27 જાન્યુઆરી 2025 14.5 કરોડ +
28 જાન્યુઆરી 2025 19.5 કરોડ +
31 જાન્યુઆરી 2025 31 કરોડ +
3 ફેબ્રુઆરી 2025 35 કરોડ +

MahaKumbh 2025: 2025 નો મહા કુંભ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ બની ગયો છે, જેમાં 3 ફેબ્રુઆરી, 2025 સુધીમાં કુલ 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન વિધિમાં ભાગ લીધો હતો. વસંત પંચમીના  પાવન દિવસે 2.33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં પોતાને સમર્પિત કર્યાં હતાં, જે મહાકુંભમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. સમગ્ર જીવનકાળમાં એક જ વાર યોજાતી આ ઘટનાની ઉજવણીમાં જુદાં જુદાં રાજ્યો, સમુદાયો અને રાષ્ટ્રોના લોકોએ હાથ મિલાવ્યા ત્યારે વાતાવરણ આદર, ઉત્તેજના અને એકતાની જબરજસ્ત ભાવનાથી ઊભરાતું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003U3I5.jpg

MahaKumbh 2025: વસંત પંચમી ઋતુઓના સંક્રમણનું પ્રતીક છે અને  હિન્દુ પૌરાણિક કથાઓમાં જ્ઞાનની દેવી, સરસ્વતીના આગમનની ઉજવણી  કરે છે. વસંત પંચમીના મહત્વને માન આપવા માટે, કલ્પવાસીઓ વાઇબ્રન્ટ પીળા વસ્ત્રોમાં પોતાને શણગારે છે, જે શુભ પ્રસંગના મહત્વને પ્રકાશિત કરે છે. પવિત્ર સંગમ પરનું દૃશ્ય અસાધારણતાથી ઓછું નહોતું. સંગમના કિનારાઓ સંપૂર્ણપણે ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયા હતા અને માનવતાના સમુદ્ર નીચે ડૂબી ગયેલી નદીની પવિત્ર રેતી માંડ માંડ દેખાતી હતી. ભારતનાં વિવિધ રાજ્યો – દિલ્હી, હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, કેરળ, આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓએ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સાથે હાથ મિલાવ્યા હતા અને મહાકુંભમાં જે વૈશ્વિક એકતાની ભાવનાને સમાવી હતી તેમાં ફાળો આપ્યો હતો. શક્તિશાળી સૂત્રો પોકારતી વખતે, હવા લાખો લોકોના સામૂહિક ઉત્સાહથી ગુંજી રહી હતી, જે ભક્તિના અવાજોને ગંગા, સરસ્વતી અને યમુનાના શક્તિશાળી પ્રવાહ સાથે મિશ્રિત કરી રહી હતી.

આ સમાચાર પણ વાંચો: Divyang Welfare: દિવ્યાંગ માટે પારિતોષિક ફોર્મ વિનામૂલ્યે ઉપલબ્ધ, શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ વ્યકિતઓ અને કાર્યક્ષમ પ્લેસમેન્ટ ઓફિસર્સને મળશે પારિતોષિક

આ વર્ષના મહાકુંભના અનેક વિશિષ્ટ પાસાઓમાં ઇટાલી, ઓસ્ટ્રિયા, ક્રોએશિયા અને ઇઝરાયલ જેવા દેશોમાંથી આવેલા વિદેશી શ્રદ્ધાળુઓએ નોંધપાત્ર ભાગીદારી કરી હતી. ઘણા લોકોએ આવી એતિહાસિક ઘટનાનો ભાગ બનવાની તક પર તેમની ઈચ્છા અને આનંદ વ્યક્ત કર્યો. એક ઇટાલિયન ભક્તે શેર કર્યું, મેં થોડી મિનિટો પહેલાં જ પવિત્ર ડૂબકી લગાવી હતીઅને તે જીવનભરમાં એક જ વખતની તક જેવું લાગે છેલોકોએ 144 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ છેઅને હું તેનો સાક્ષી બનીને ખરેખર ધન્યતા અનુભવું છું. ” ભારતીય આતિથ્ય-સત્કારની હૂંફથી અભિભૂત થયેલા આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓ આ અનુભવમાં ડૂબી ગયા હતા. ક્રોએશિયાના એક મુલાકાતી એન્ડ્રોએ ટિપ્પણી કરી હતી કે, આ ખરેખર એક અદ્ભુત અનુભવ છેમહાકુંભનું વાતાવરણ શબ્દોથી પર છેઅહીંની વ્યવસ્થા અને સગવડો ઉત્કૃષ્ટ છે.” ઑસ્ટ્રિયાના બીજા એક ભક્ત એવિજેલ પણ પોતાનો ઉત્સાહ રોકી શક્યા નહીં. આ અવિશ્વસનીય અને અસાધારણ છે. જીવનભરનો એક જ વખતનો અનુભવઆ દ્વારામેં ભારતના આત્માને સમજવાનું શરૂ કર્યું છે. “

મહા કુંભ 2025ના સૌથી આકર્ષક સ્થળોમાંનું એક નાગા સાધુઓની હાજરી હતી, તપસ્વીઓ કે જેઓ અમૃત સ્નાન દરમિયાન ધ્યાનનું કેન્દ્ર બન્યા હતા. તદુપરાંત,  વસંત પંચમી દરમિયાન અમૃત સ્નાન માટેનું સરઘસ, શોભા યાત્રા, એક આનંદની વાત હતી. કેટલાક નાગા સાધુઓ જાજરમાન ઘોડાઓ પર સવારી કરતા હતા, જ્યારે અન્ય લોકો તેમના વિશિષ્ટ પોશાક અને પવિત્ર આભૂષણોમાં શણગારેલા ઉઘાડા પગે ચાલતા હતા. ફૂલો અને માળાથી શણગારેલા તેમના જડાયેલા વાળ અને તેમના ત્રિશૂળ ઊંચા રાખવામાં આવ્યા હતા, જેણે મહા કુંભની પવિત્રતામાં વધારો કર્યો હતો. તેમના ઉગ્ર અને સ્વતંત્ર સ્વભાવ છતાં, તેઓ તેમના અખાડા નેતાઓના આદેશોનું પાલન કરતા હતા, જેમાં અપાર શિસ્ત હતી, જે વિવિધતામાં એકતાનું પ્રતીક હતું. તેમની જીવંત ઊર્જા અને ભક્તિ ચેપી હતાં.

તે સમાનતા અને સંવાદિતાના મૂલ્યોનું સાચું પ્રતીક છે જે સદીઓથી ભારતની સનાતન સંસ્કૃતિનું અભિન્ન અંગ રહ્યું  છે. સંગમની પવિત્ર ભૂમિએ દરેકને આવકાર્યા હતા – પછી ભલેને તે કોઈ પણ ભાષા, પ્રદેશ કે પૃષ્ઠભૂમિની કેમ ન હોય. એકતાની આ ભાવના અસંખ્ય ખાદ્ય રસોડાઓ (અન્નક્ષેત્રો)માં પણ પ્રતિબિંબિત થતી  હતી, જે ભક્તો માટે તમામ સામાજિક અને આર્થિક અવરોધોને તોડીને એક સાથે બેસીને ભોજનમાં ભાગ લેવા માટે બનાવવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  AB-PMJAY: AB-PMJAYમાં અનિયમિતતા શોધવા માટે AIનો ઉપયોગ કરાયો, આટલા હૉસ્પિટલ્સ પેનલમાંથી કાઢી નાખવામાં આવ્યા

MahaKumbh 2025: મહા કુંભ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે એક અખંડ તાર છે, જે લાખો લોકોને ભારતની આધ્યાત્મિક પરંપરાઓથી જોડે છે. સંગમના કિનારાની પેલે પાર, શૈવ, શક્તિ, વૈષ્ણવ, ઉદાસી, નાથ, કબીરપંથી, રૈદાસ વગેરે જેવા વિવિધ વિચારધારાના તપસ્વીઓ એકઠા થયા હતા અને ભક્તિભાવથી પોતાની અનન્ય વિધિઓ કરી રહ્યા હતા. તપસ્વીઓએ આપેલા મહા કુંભનો સંદેશો સ્પષ્ટ હતો : આધ્યાત્મિકતા જ્ઞાતિ, પંથ અને ભૂગોળની તમામ સીમાઓને ઓળંગી જાય છે.

જેમ જેમ મહા કુંભ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે, તેમ તેમ તે માત્ર એક ધાર્મિક મેળાવડા કરતા વધુ બની જાય છે. તે માનવ એકતા, પ્રકૃતિ અને દૈવીતાનો જીવંત ઉત્સવ છે, જેનો વિશ્વભરના લાખો લોકો દ્વારા અનુભવ કરવામાં આવ્યો છે. 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થઈ ચૂક્યા છે અને આવનારા દિવસોમાં પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે,  ત્યારે મહાકુંભ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતાના દીવાદાંડીના રૂપમાં ચમકતો રહ્યો છે.

સંદર્ભો

ઉત્તર પ્રદેશ સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગ (ડી.પી.આઈ.આર.)

https://kumbh.gov.in/en/bathingdates

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version