News Continuous Bureau | Mumbai
Mahakumbh: 351 વર્ષ પછી હિન્દુ આચારસંહિતા તૈયાર થઈ છે. ચાર વર્ષના અભ્યાસ અને મંથન પછી, તેને કાશી વિદ્વત પરિષદ ( kashi vidwat parishad ) અને દેશભરના વિદ્વાનોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પ્રયાગરાજમાં ( Prayagraj ) યોજાનાર મહાકુંભમાં શંકરાચાર્ય અને મહામંડલેશ્વર હવે આ હિન્દુ આચારસંહિતા પર અંતિમ મહોર લગાવશે, ત્યારબાદ ધર્માચાર્ય દેશની જનતાને નવી હિંદુ આચારસંહિતા સ્વીકારવા વિનંતી કરશે.
એક અહેવાલ મુજબ, 2025માં મહાકુંભ યોજાશે. દેશને એક કરવા અને સનાતન ધર્મને ( Sanatana Dharma ) મજબૂત કરવા માટે આ હિન્દુ આચાર સંહિતા ( Hindu Aachar Sanhita ) તૈયાર કરવામાં આવી છે. કર્મ અને કર્તવ્ય પર આધારિત હિંદુ આચારસંહિતા માટે સ્મૃતિઓને આધાર બનાવવામાં આવી છે. તેમાં શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોના અંશો પણ સામેલ કરવામાં આવ્યા છે.
નવી આચારસંહિતા તૈયાર કરવા માટે 70 વિદ્વાનોની 11 ટીમો અને ત્રણ પેટા ટીમો બનાવવામાં આવી હતી…
નવી આચારસંહિતા ( Hindu Code of Conduct ) તૈયાર કરવાની જવાબદારી કાશી વિદ્વત પરિષદને સોંપવામાં આવી હતી. આ માટે 70 વિદ્વાનોની 11 ટીમો અને ત્રણ પેટા ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમમાં ઉત્તર અને દક્ષિણમાંથી પાંચ વિદ્વાન સભ્યો હતા. આ આચાર સંહિતા બનાવવા માટે ટીમ 40 થી વધુ વખત મળી છે. મનુ સ્મૃતિ, પરાશર સ્મૃતિ અને દેવલ સ્મૃતિને પણ આમાં આધાર બનાવવામાં આવ્યા છે.
હિંદુ આચારસંહિતામાં સોળ સંસ્કારોનું સરળીકરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અંતિમ સંસ્કાર માટે, લઘુત્તમ સંખ્યા 16 નક્કી કરવામાં આવી છે. આમાં સુતકના નિયમોનું પાલન કરવું પડશે.
આ સમાચાર પણ વાંચો : Maratha Reservation Bill: વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પાસ, CM શિંદેએ કહ્યું- કોઈની સાથે નહીં થાય અન્યાય.. જાણો શું કહ્યું
ઉલ્લેખનીય છે કે, સમયાંતરે સ્મૃતિઓ સર્જાતી રહી. પહેલા મનુ સ્મૃતિ, પછી પરાશર અને આ પછી દેવલ સ્મૃતિની રચના થઈ. જે બાદ 351 વર્ષથી સ્મૃતિઓ રચાણી નથી. જોકે હવે મહાકુંભમાં વિતરણ માટે પ્રથમ વખત હિંદુ આચાર સંહિતાની એક લાખ નકલો છપાશે. આ પછી દેશના દરેક શહેરમાં 11 હજાર કોપીનું વિતરણ કરવામાં આવશે.
એક રિપોર્ટ મુજબ, હિન્દુ આચારસંહિતામાં હિંદુઓ માટે મંદિરોમાં બેસીને પૂજા કરવા માટે સમાન નિયમો બનાવવામાં આવ્યા છે. મહિલાઓને માસિક સિવાય વેદનો અભ્યાસ અને યજ્ઞ કરવાની છૂટ છે. પ્રિ- વેડીંગ જેવા દુષણોને દૂર કરવાની સાથે રાત્રીના લગ્નો સમાપ્ત કરીને દિવસે લગ્નને પ્રોત્સાહન આપવામાં આવશે.
ભારતીય પરંપરા મુજબ, જન્મદિવસની ઉજવણી પર ભાર મૂકવામાં આવશે. આમાં વિધવા પુનર્લગ્નની પ્રણાલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
