ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
ભિવંડીમાં થયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાને જોરદાર મુક્કો માર્યો છે. અહીં થયેલી સરપંચની ચૂંટણીમાં કુલ ૨૮ સરપંચ ના પદ માંથી ભાજપ 15 સીટો પર જીતી ગયું હતું જ્યારે કે શિવસેનાને માત્ર 9 સરપંચ પદ ઉપર વિજય મળ્યો હતો. ભિવંડીમાં કુલ 56 ગ્રામ પંચાયત ની ચુંટણી થઇ હતી જેમાંથી 28 ચૂંટણી સરપંચ પદની હતી. બીજી તરફ કોંગ્રેસ,રાષ્ટ્રવાદી કોંગ્રેસ તેમજ શ્રમજીવી સંગઠન માત્ર એક – એક સરપંચ પદ જીતી શક્યું હતું.
આ ઉપરાંત કલ્યાણ માં થયેલી 10 સરપંચની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના ચાર-ચાર સરપંચ પદ જીતી શકી છે જ્યારે કે બચેલી બે સરપંચ પદની સીટ પર એનસીપીએ વિજય મેળવ્યો છે.
