Site icon News Continuous Bureau | Mumbai

Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.

Yamuna Expressway Accident: લઘુશંકા માટે ઉતરેલા મુસાફરો પર કાળ બનીને ત્રાટક્યું કન્ટેનર; બસ ચાલકની બેદરકારીને કારણે સર્જાઈ દુર્ઘટના, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

Major Accident on Yamuna Expressway Speeding Container Crushes Bus Passengers in Mathura; 6 Dead.

Major Accident on Yamuna Expressway Speeding Container Crushes Bus Passengers in Mathura; 6 Dead.

News Continuous Bureau | Mumbai

Yamuna Expressway Accident: મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. દિલ્હીથી કાનપુર જઈ રહેલી ખાનગી બસના મુસાફરો જ્યારે નીચે ઉતર્યા હતા, ત્યારે પાછળથી આવતા એક તેજ રફ્તાર કન્ટેનરે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.દિલ્હીના નાંગલોઈથી કાનપુરના રસૂલાબાદ જઈ રહેલી આ બસ સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારના માઈલ સ્ટોન 88 પાસે ઉભી રહી હતી. મુસાફરોએ લઘુશંકા માટે બસ થોભાવવા વિનંતી કરી હતી, પરંતુ ચાલકે બસને સુરક્ષિત ગ્રીન ઝોનમાં પાર્ક કરવાને બદલે રસ્તા પર જ ઉભી રાખી દીધી હતી. મુસાફરો જેવા નીચે ઉતર્યા કે તરત જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા કન્ટેનરે પહેલા બસને ટક્કર મારી અને પછી નીચે ઉભેલા મુસાફરોને કચડી નાખ્યા હતા.

Join Our WhatsApp Channel

મૃતકોની ઓળખ

પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતમાં જીવ ગુમાવનારા છ લોકોમાંથી ચારની ઓળખ થઈ શકી છે:
સોનુ: રહે. સરવા કટરા, ઔરૈયા.
દેવેશ: રહે. અલેવલ, બસ્તી.
અસ્લમ: રહે. ગણેશ કા પુરવા, કન્નૌજ.
સંતોષ: રહે. પ્રેમ નગર, દિલ્હી.
અન્ય બે વ્યક્તિઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જ્યારે ઔરૈયાના રહેવાસી અમર દુબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.

પોલીસ કાર્યવાહી અને ટ્રાફિકની સ્થિતિ

સુરીર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે, ઘટના સમયે ધુમ્મસ નહોતું, છતાં વધુ પડતી સ્પીડને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક્સપ્રેસ-વે પર થોડો સમય ટ્રાફિક જામ થયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

CJI Role In CEC Appointment CEC ની નિમણૂકમાં CJI સામેલ રહેશે કે નહીં? સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કરશે સુનાવણી બે જજોના અલગ ફેંસલા બાદ મોટો વળાંક!
MY Bharat Platform 3 Crore Youth Milestone કેન્દ્ર સરકારના ‘MY Bharat’ પ્લેટફોર્મે રચ્યો નવો ઇતિહાસ ૩ વર્ષથી ઓછા સમયમાં ૩ કરોડથી વધુ યુવાનો જોડાયા, નોંધપાત્ર માઇલસ્ટોન પાર!
Kanda Express Reaches Kolkata કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક; બફર સ્ટોકમાંથી સ્પેશિયલ ટ્રેન દોડાવી, પૂર્વ ભારતમાં ડુંગળીના ભાવ રહેશે નિયંત્રણમાં
How Election Commission Works મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન સુધી… ચૂંટણી પંચ કેવી રીતે કામ કરે છે? જાણો તેની સર્વોચ્ચ સત્તાઓ અને કાર્યો!
Exit mobile version