Site icon News Continuous Bureau | Mumbai

Kurnool Road Accident: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં કાળમુખો અકસ્માત: ટેન્કર અને બોલેરો વચ્ચેની ભીષણ ટક્કરમાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત, મચ્યો હાહાકાર!

Kurnool Road Accident: મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોને નડ્યો કાળમુખો અકસ્માત, 13 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ

Kurnool Road Accident આંધ્રપ્રદેશના કુર્નૂલમાં કાળમુખો અકસ્માત ટેન્કર અને બોલેરો વચ્ચેની

Kurnool Road Accident આંધ્રપ્રદેશના કુર્નૂલમાં કાળમુખો અકસ્માત ટેન્કર અને બોલેરો વચ્ચેની

News Continuous Bureau | Mumbai
Kurnool Road Accident: આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં ગુરુવારે સવારના સમયે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. કુર્નૂલના કલ્લુદેવકુંટા ગામ પાસે કપચી અને સિમેન્ટ ભરેલા એક બેકાબૂ ટેન્કરે શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા શ્રદ્ધાળુઓ

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો કર્ણાટકના ચિક્કાબલ્લાપુર વિસ્તારના રહેવાસી હતા. આ તમામ શ્રદ્ધાળુઓ વહેલી સવારે બોલેરો ગાડીમાં સવાર થઈને મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. જ્યારે તેમની ગાડી કલ્લુદેવકુંટા પાસે પહોંચી, ત્યારે સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે તેમની ગાડીને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા, જ્યારે 2 અન્ય લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

Join Our WhatsApp Channel

અકસ્માત બાદ ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ગાડીના પતરા ચીરીને શ્રદ્ધાળુઓ અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક ગાડીના દરવાજા તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. રસ્તા પર લોહીના ખાબોચિયા અને ગાડીના સ્પેરપાર્ટ્સ વિખરાયેલા જોવા મળ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે ક્રેન દ્વારા વાહન હટાવીને પુનઃ કાર્યરત કરાવ્યો હતો.

👉 આ સમાચાર વાચો: Women’s Reservation Bill: ‘માતા-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા આરક્ષણ બિલ પર પીએમ મોદીનો મોટો સંદેશ, નારી શક્તિના સશક્તિકરણ પર મૂક્યો ભાર!

ઈજાગ્રસ્તોની હાલત નાજુક, તપાસના આદેશ

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 13 શ્રદ્ધાળુઓને તાત્કાલિક એમિગનૂર અને કુર્નૂલની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોની હાલત હજુ પણ નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે અને ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Delhi Ramlila 30Foot Cockroach Effigy Burning આ વખતે રાવણ દહનમાં કંઈક નવું જોવા મળશે! દિલ્હીની રામલીલામાં ૩૦ ફૂટ ઊંચો વંદો બળીને રાખ થશે સમિતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Sanjay Raut Apologises SIR વિવાદ વચ્ચે સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી, કહ્યું હવે લાગી રહ્યું છે કે…
Supreme Court Issues Notices To Gyanesh Kumar સુપ્રીમ કોર્ટની મોટી કાર્યવાહી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત બંને કમિશનરોને નોટિસ, રાહુલ ગાંધીને પણ લગાવી ફટકાર
Chaos At CJP Press Conference ‘બંધ કરો, દફા થઈ જાઓ…’ દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ભારે હોબાળો, નેહા બોરાનું એલાન આ આંદોલન અટકશે નહીં
Exit mobile version