ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે.
જમ્મુ કાશ્મીર પોલીસે જૈશના મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આતંકીની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા પકડાયેલા આ આતંકવાદીઓ મોટરસાઈકલ આઈઈડીનો ઉપયોગ કરીને સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાના હતા.
જો કે, પોલીસની તત્પરતાને કારણે, તેઓ તેમના નાપાક ઇરાદાઓને પાર પાડવામાં નિષ્ફળ રહ્યા.
આ આતંકી ડ્રોનથી ફેકવામાં આવેલા હથિયાર ભેગા કરવા અને તેમણે ઘાટીમાં એક્ટિવ જૈશના આતંકીઓ સુધી પહોચાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.
સાથે જ દેશના અન્ય શહેરમાં પણ ટાર્ગેટની રેકી કરી રહ્યા હતા.
આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો. જાણો વિગતે
