News Continuous Bureau | Mumbai
Major Security Alert: નાગૌર જિલ્લા પોલીસ અને સ્પેશિયલ ટીમે હરસૌર ગામના એક ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૧૮૭ ગુણીઓમાં ભરેલું એમોનિયમ નાઈટ્રેટ, ૯ કાર્ટન ડેટોનેટર અને મોટી માત્રામાં ફ્યુઝ વાયર જપ્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં અત્યાર સુધીની આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. પોલીસ અધિક્ષક એ જણાવ્યું કે, આ વિસ્ફોટકોનો જથ્થો સુલેમાન ખાન નામના વ્યક્તિ ના ખેતરમાં બનેલા મકાનમાં છુપાવવામાં આવ્યો હતો.
લાલ કિલ્લાના બ્લાસ્ટ સાથે કનેક્શન?
જપ્ત કરાયેલું એમોનિયમ નાઈટ્રેટ અત્યંત જોખમી કેમિકલ છે, જેનો ઉપયોગ અગાઉ અનેક આતંકી હુમલાઓમાં થયો છે. નોંધનીય છે કે, નવેમ્બર ૨૦૨૫માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટમાં પણ આ જ કેમિકલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. આથી, પ્રજાસત્તાક પર્વના ઠીક પહેલા મળેલા આ જથ્થા પાછળ કોઈ મોટું આતંકી ષડયંત્ર હોવાની આશંકાએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
આરોપી સુલેમાન ખાનની ધરપકડ
પોલીસે હરસૌરના રહેવાસી સુલેમાન ખાનની ધરપકડ કરી છે. સુલેમાન એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ વિસ્ફોટક કાયદા હેઠળ ત્રણ કેસ નોંધાયેલા છે. જોકે, પૂછપરછમાં તેણે દાવો કર્યો છે કે આ જથ્થો ખાણકામ (Mining) માટે રાખ્યો હતો, પરંતુ પરવાનગી વિના આટલી મોટી માત્રામાં સ્ફોટકો રાખવા પાછળનો તેનો અસલી ઈરાદો તપાસવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Gold Price Today: રોકાણકારો માલામાલ, ખરીદદારો બેહાલ! સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; ૨૬ જાન્યુઆરીએ ચાંદીમાં પણ જોવા મળ્યો મોટો ઉછાળો
તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર
નાગૌર પોલીસે આ મામલે સંગઠિત ગુનાખોરી અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની ગંભીરતાને જોતા કેન્દ્રીય એજન્સીઓ પણ આરોપીની પૂછપરછમાં જોડાઈ શકે છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે આ વિસ્ફોટકો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો સપ્લાય કોને કરવાનો હતો.
