ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
ભારત દેશના ગૃહ મંત્રાલય ભારત ની અલગ અલગ જેલમાં બંધ અપરાધીઓ નો રેકોર્ડ સંસદ સમક્ષ મુક્યો છે. આ રેકોર્ડમાં અપરાધીઓની જાત-પાત પણ દર્શાવવામાં આવી છે.
ભારતની જેલમાં કુલ ૪,૭૮,૬૦૦ લોકો બંધ છે. કુલ કેદીઓ માંથી આશરે ૬૭ ટકા કેદીઓ હિન્દુ છે જ્યારે કે ૧૮ ટકા કેદીઓ મુસલમાન છે. ૪% કેદીઓ શીખ છે. 3% કેદીઓ ઈસાઈ છે. તથા એક ટકા કેદીઓ અન્ય ધર્મના છે.
આ ઉપરાંત કેદીઓને વર્ણ પ્રમાણે પણ અલગ અલગ રીતે વિભક્ત કરવામાં આવ્યા છે. જે મુજબ દોઢ લાખથી વધુ obc શ્રેણીના અપરાધીઓ છે. 100000 શીડ્યુલ કાસ્ટ જ્યારે કે 53000 શિડ્યૂલ ટ્રાઈબલ ના અપરાધીઓ છે.
આ તમામ આંકડાઓ વચ્ચે ન્યુઝ કંટીન્યૂઝ ટીમનું માનવું છે કે કોઈપણ અપરાધીની કદી કોઈ જાત નથી હોતી. માત્ર સારો માણસ અને ખરાબ માણસ એમ બે જ શ્રેણી હોય છે.
