Site icon News Continuous Bureau | Mumbai

DGCAનો મોટો આદેશ, ફ્લાઇટ ટેકઓફ પહેલા દરરોજ પાયલટ અને એર હોસ્ટેસનો થશે આ ટેસ્ટ; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

કોરોનાના કારણે અંદાજીત બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ આ અઠવાડિયે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે.

આ સાથે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ(DGCA)એ કેબિન ક્રૂ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. 

નવા નિયમો અનુસાર, ફ્લાઈટ શરૂ કરાય એ પહેલાં 50 ટકા પાઈલટો અને કેબિન ક્રૂ સભ્યોની ઓચિંતી પ્રી-ફ્લાઈટ આલ્કોહોલ ટેસ્ટ લેવામાં આવશે. 

આ ઉપરાંત ગ્રાઉન્ડ હેન્ડલર્સ, એર ટ્રાફિક કન્ટ્રોલર્સ તથા અન્ય એરપોર્ટ કર્મચારીગણમાં 10 ટકા સભ્યોને નવા ટેસ્ટ-નિયમમાં આવરી લેવામાં આવશે.

ડીજીસીએ ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે કહ્યું છે કે અમે પરિસ્થિતિ પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને વિમાન ઉડ્ડયનની કામગીરી સુરક્ષિત બની રહે એ માટે નિયમોને ફરી કડક બનાવી રહ્યાં છીએ. 

ઉલ્લેખનીય છે જ અત્યાર સુધી આ નિયમ 25 ટકા પાઈલટો અને કેબિન ક્રૂ સભ્યોનો હતો.

આ સમાચાર પણ વાંચો : કોર્ટ રૂમો ફરી વકીલોની દલીલોથી ગાજશે, સુપ્રીમના સંકુલમાં આ તારીખથી શરૂ થશે ફિઝિકલ સુનાવણી; જાણો વિગતે

Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
Exit mobile version