Site icon

ગજબ કહેવાય – હર ઘર તિરંગા થીમ માટે યુવકે અધધ આટલા લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી- PM ને મળવા કાર લઈને પહોંચ્યો દિલ્હી- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

ભારત આજે આઝાદીના(Independence) 75 વર્ષ પૂરા ઉલ્હાસ સાથે ઉજવી રહ્યું છે, આખો દેશઆ સ્વતંત્રતા(Independence day)ના રંગમાં રંગાઈ ગયો છે. ચારે બાજુ ઉત્સાહનો માહોલ છે. કાશ્મીર(Kashmir)થી લઈને કન્યાકુમારી(Kanyakumari) સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’ (Har Ghar Tiranga Abhiyan) પુરજોશમાં ચાલી રહ્યું છે. આઝાદીના આ મહાન પર્વમાં દરેક દેશવાસીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, ભારત સરકાર(Indian Govt) દ્વારા ચલાવવામાં આવી રહેલી આ પહેલ અંગે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના(Gujarat) એક યુવકે પોતાની કારને 2 લાખના ખર્ચે તિરંગાની થીમમાં(tricolor theme) રંગી નાંખી. એટલુ જ નહિ, આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો છે. 

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ મુજબ આ યુવકનું નામ સિદ્ધાર્થ દોશી(Siddharth Doshi) જણાવવામાં આવી રહ્યું છે, જે ગુજરાતના સુરતનો(Surat) રહેવાસી છે. ગુજરાતથી દિલ્હી આવેલા સિદ્ધાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને(PM Narendra Modi and Home Minister Amit Shah) મળવા માંગે છે. આ માટે તે જાતે કાર ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો છે. ત્યારે દિલ્હીમાં પહોંચેલી દેશભક્તિની ગાડી(patriotic car)  દિલ્હીવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  આઝાદીના 75 વર્ષની ધામધૂમથી ઉજવણી- મુંબઈને પાણી પુરવઠો કરનારા આ બંધને ત્રિરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો

નોંધનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) કાર્યક્રમ અંતર્ગત દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ મોદી સરકારે દેશવાસીઓને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાનું આહ્વાન કર્યું હતું.

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version