Site icon News Continuous Bureau | Mumbai

Mumbai news: BKC સભામાં પીએમ મોદીની સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ; મુંબઈ પોલીસે આ રીતે કરી શંકાસ્પદની ધરપકડ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન સુરક્ષાનો ભંગ કરવાના પ્રયાસનો એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. BKCમાં સભા પહેલા 35 વર્ષીય વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળના આરક્ષિત VVIP રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

Man impersonating as NSG personnel tried to enter BKC area secured for PM Narendra Modi

Mumbai news: BKC સભામાં પીએમ મોદીની સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ; મુંબઈ પોલીસે આ રીતે કરી શંકાસ્પદની ધરપકડ..

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( PM Narendra Modi ) મુંબઈ મુલાકાત દરમિયાન સુરક્ષાનો ભંગ કરવાના પ્રયાસનો એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. BKCમાં સભા પહેલા 35 વર્ષીય વ્યક્તિએ ( NSG personnel ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળના આરક્ષિત VVIP રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે PM મોદી ગુરુવારે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પહોંચે તેના લગભગ 90 મિનિટ પહેલા, નવી મુંબઈના એક 35 વર્ષીય વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Channel

આરોપીએ પોતાને આર્મીની “ગાર્ડ્સ રેજીમેન્ટ” ના સૈનિક હોવાનો દાવો કરીને ઉચ્ચ સુરક્ષાવાળા VVIP વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીનું નામ રામેશ્વર મિશ્રા છે, જેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ શંકાના આધારે રોક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચે અડધો કલાક સુધી તેના પર નજર રાખી હતી. કારણ કે તે સુરક્ષિત ઝોન માં પ્રવેશતા પહેલા અહીં ત્યાં ફરી રહ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે તેઓએ જોયું કે આરોપીએ 13 જાન્યુઆરીના રોજ જારી કરાયેલું એલિટ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું આઈડી કાર્ડ પહેર્યું છે ત્યારે શંકા ઊભી થઈ હતી. તે દર્શાવે છે કે તે “રેન્જર” તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ રિબન પર ‘દિલ્હી પોલીસ સુરક્ષા (પીએમ)’ લખેલું હતું.

આ સમાચાર પણ વાંચો:  સુશાંત સિંહ રાજપૂત જન્મ જયંતિ: ‘કાઈ પો છે’ થી લઇ ને ‘દિલ બેચારા’ સુધી આ ફિલ્મમાં અભિનેતા એ આપ્યું હતું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન

આરોપીએ દાવો કર્યો હતો કે તેઓ NSGના પઠાણકોટ હબમાં ડેપ્યુટેશન પર હતા, જેના પગલે મુંબઈ પોલીસે તપાસ કરવાનું નક્કી કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેનું આઈડી કાર્ડ નકલી છે. બાદમાં આરોપી પર આઈપીસીની કલમ 171, 465, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. તે જ સમયે, આરોપીને શુક્રવારે બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં કોર્ટે તેને 24 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો. હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

CJI Surya Kant Doors Open For All “ચેમ્બરમાં નહીં, કોર્ટમાં આવો!” સીજેઆઈ સૂર્યકાંતે વિપક્ષી ગઠબંધનના નેતાઓને મળવાની પાડી ના ન્યાયતંત્રનો મોટો સંદેશ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Shashi Tharoor Post INDIA Alliance Protest ‘સિંહાસન ખાલી કરો કે જનતા આવે છે…’ ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શન પૂર્વે શશિ થરૂરની વિસ્ફોટક પોસ્ટ, કેન્દ્ર સરકાર પર નિશાન
Fuel Price Hike રિટેલ ઈંધણ બજારમાં મોટો ભડકો; નાયરા એનર્જી પછી આ કંપનીઓએ પેટ્રોલડીઝલના ભાવમાં કર્યો તોતિંગ વધારો
Exit mobile version