ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
PM મોદી બાદ એનએસએ અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં મોટી ચૂક થઈ છે.
એનએસએ અજીત ડોભાલના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ ઘૂસવાનો પ્રયાસ કર્યો છે.
સુરક્ષા દળો દ્વારા વ્યક્તિને રોકીને અટકાયતમાં લેવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કસ્ટડીમાં લેવામાં આવેલા આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હાલ તે કોણ છે અને કયા ઈરાદાથી તે NSAના ઘરમાં ઘૂસી રહ્યો હતો તે જાણવાના પ્રયાસો ચાલુ છે.
