Site icon

Manipur Horror: પોલીસ કસ્ટડીમાંથી ટોળાએ મહિલાઓનું કર્યું અપહરણ, ત્યારપછી બની એક ભયાનક ઘટના.. જાણો 4 મેના શું થયું હતું?

Manipur Horror: મૈતઈ સમુદાયની રેલીની કુકીએ અટકાવી હતી અને ત્યાર બાદ બન્ને કોમ વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો જેમાં 100થી વધારે લોકો હોમાઈ ગયા હતા. આ બધામાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના તો મુખ્ય હિંસાના એક દિવસ બાદ એટલે કે 4 મેના દિવસે બની હતી જેમાં કુકી સમાજના લોકોએ મૈતઈ સમાજની બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવી અને ખેતરમં લઈ જઈને રેપ કર્યો હતો.

Manipur Horror: Women paraded naked in Manipur were forcibly taken away from police custody by mob

Manipur Horror: Women paraded naked in Manipur were forcibly taken away from police custody by mob

News Continuous Bureau | Mumbai

Manipur Horror:મણિપુર(Manipur Horror)માં બે મહિલાઓ પર  ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગભગ બે મહિના બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. પરંતુ આ ઘટના જેટલી ચોંકાવનારી છે તેટલી જ તેની પહેલા જે બન્યું તે પણ ચોંકાવનારું છે. ટોળાએ પોલીસ કસ્ટડી(Police Custody) માંથી મહિલાઓનું અપહરણ(Kidnapped) કર્યું હતું. તે પછી તેમણે તે મહિલાઓ સાથે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્યો કર્યા.

Join Our WhatsApp Community

પાંચ લોકોનું અપહરણ

મણિપુરમાં, 3 મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જીવલેણ હિંસા ફાટી નીકળી હતી. બીજા જ દિવસે એટલે કે 4 મે, કાંગપોકાપી જિલ્લાના બી ફાનોમ ગામ પર લગભગ એક હજાર લોકોના ટોળાએ હુમલો કર્યો. તેઓએ ગામમાં ઘણા ઘરોને બાળી નાખ્યા. ત્યારે ત્રણ મહિલા અને બે યુવકો જંગલમાં નાસી ગયા હતા. ટોળા(Mob)માં હુમલાખોરો તેમની પાછળ હતા. પરંતુ તે જ સમયે પોલીસે(police) તે પાંચ લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પરંતુ પોલીસ રક્ષણમાં રહેલા પાંચેય લોકોનું ટોળાએ પોલીસ કસ્ટડીમાંથી અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ તેમાંથી એકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

19 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર

ત્રણ મહિલાઓના કપડા ઉતારી(Naked) લેવામાં આવ્યા હતા. તેમાંથી એક 19 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર(Rape) થયો હતો. આ સમયે બાળકીને બચાવવાનો પ્રયાસ કરનાર ભાઈની ઘાતકી હત્યા(murder) કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના 4 મેના રોજ થૌબલ જિલ્લામાં બની હતી અને 18 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં શૂન્ય FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો થૌબલ ખાતેના સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 21 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

બદમાશો વિરુદ્ધ FIR

અપહરણ, સામુહિક બળાત્કાર અને હત્યાની કલમો હેઠળ અજાણ્યા બદમાશો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જો કે કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી. અઢી મહિના બાદ વિડિયો વાયરલ(Video Viral) થયો છે ત્યારે 1ની ધરપકડનો મામલો સામે આવી રહ્યો છે. બુધવાર, 19 જુલાઈની સાંજે એક પ્રેસનોટમાં, મણિપુરના પોલીસ અધિક્ષક કે મેઘચંદ્ર સિંહે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ ગુનેગારોને વહેલી તકે પકડવાના તમામ પ્રયાસો કરી રહી છે.

બેકાબૂ ટોળાએ ગામ પર હુમલો કર્યો

તે દિવસે હજારોના બેકાબૂ ટોળાએ ગામ પર હુમલો કર્યો. મહિલાઓને તેમના કપડા ઉતારવાની ફરજ પડી હતી. હત્યાઓ કરવામાં આવી હતી. ભારે મુશ્કેલીથી બે મહિલાઓ તે ટોળામાંથી ભાગવામાં સફળ રહી હતી. ઘટનાના બે અઠવાડિયા પછી, તેણે પોલીસને ઘટનાની દરેક વિગતો આપી હતી. જ્યારે એક મહિના બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.

આ ઘટના ક્યારે અને ક્યાંની છે?

ઉલ્લેખનીય છે કે બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો 4 મેનો છે. આ ઘટના મણિપુરના થોબલ જિલ્લાની છે. આ જિલ્લો મૈતઈ પ્રભુત્વ ધરાવતો માનવામાં આવે છે. બે મહિલાઓ સાથે બનેલી આ ભયાનક ઘટનાની ફરિયાદ 18મી મેના રોજ પોલીસને કરવામાં આવી હતી. જ્યારે, આ કેસમાં 21 જૂને એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સશસ્ત્ર બદમાશો વિરુદ્ધ અપહરણ, સામુહિક બળાત્કાર અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગુરુવારે સવારે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: Noida Section 144: ઉત્તર પ્રદેશ ગૌતમ બુદ્ધ નગરમાં આ તારીખ સુધી કલમ 144 લાગુ, રસ્તા અને જાહેર સ્થળો પર નમાઝ તેમજ પૂજા પર મુકાયો પ્રતિબંધ..

 

Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
Bairabi-Sairang Rail Project: બઈરબી-સાયરંગ રેલ પરઓયોજના: પૂર્વોત્તર ભરતને પ્રગતિની સાથે જોડતી ઐતિહાસિક પહેલ
Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
Exit mobile version