Site icon

Manipur Violence: મોદીજી સુઈ રહ્યા છે’, મણિપુરની ઘટના પર વિપક્ષનો ભડકો, મહિલાઓને નગ્ન કરીને પરેડ બદલ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ

Manipur Violence: કોંગ્રેસ, AAP અને TMC સહિત વિવિધ રાજકીય પક્ષોએ આ ઘટનાની સખત નિંદા કરી છે. આ સાથે સરકાર પર પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે.

Manipur Horror: Women paraded naked in Manipur were forcibly taken away from police custody by mob

Manipur Horror: Women paraded naked in Manipur were forcibly taken away from police custody by mob

News Continuous Bureau | Mumbai

Manipur Violence: ગુરુવારે (20 જુલાઈ) મણિપુર (Manipur) માં બે મહિલાઓની નગ્ન પરેડની શરમજનક ઘટનાનો મુદ્દો વિપક્ષ સંસદમાં જોરશોરથી ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષ આ પહેલા પણ ઘણી વખત મણિપુર હિંસા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના મૌન પર સવાલ ઉઠાવી ચુક્યું છે . હવે લેટેસ્ટ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે અને કોંગ્રેસ, AAP અને TMC સહિત વિવિધ રાજકીય પક્ષોએ આ ઘટનાની સખત નિંદા કરી છે. આ સાથે સરકાર પર પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે.

Join Our WhatsApp Community

બીજી તરફ કેન્દ્ર પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smruti Irani) એ પણ આ ઘટનાને સંપૂર્ણપણે અમાનવીય ગણાવી છે અને આ અંગે મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સાથે વાત કરી છે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે. કે તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે અને દોષિતોને સજા અપાવશે.

આ સમાચાર પણ વાંચો:  Raigad: ખાલાપુરમાં કુદરતી આફત તોળાઈ, પર્વત ટુટી પડતા 40 મકાનો દટાયા; રેસ્ક્યુ ઓપરેશન શરૂ

સરકાર પર વિપક્ષનો હુમલો

કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ (INDIA) જ્યારે આ પૂર્વોત્તરમાં ભારતની વિભાવના પર હુમલો થઈ રહ્યો છે ત્યારે ચૂપ નથી રહેશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ પણ આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે સમાજમાં સૌથી વધુ હિંસા મહિલાઓ અને બાળકોને સહન કરવી પડે છે. તેમણે સરકારને વધુમાં સવાલ કર્યો કે મણિપુરમાં થયેલી હિંસક ઘટનાઓ પર કેન્દ્ર સરકાર, વડાપ્રધાન કેમ આંખ આડા કાન કરીને બેઠા છે? શું આવી તસવીરો અને હિંસક ઘટનાઓ તેમને પરેશાન નથી કરતી?

બીજી તરફ કુમાર વિશ્વાસે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, “આ અંતિમ સંસ્કાર તમારી ખુરશીના તો નથી ને? તમે કંઈ કરી શકતા નથી તો નીચે કેમ નથી ઉતરતા?” કોંગ્રેસના પ્રવક્તા રાગિણી નાયકે કહ્યું કે મણિપુરમાં ઘૃણાસ્પદ કૃત્ય જોઈને આખો દેશ બેચેન છે અને મોદીજી, તમે શાંતિથી સૂઈ રહ્યા છો. કોંગ્રેસના અન્ય નેતા અલકા લાંબાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) ને પણ સવાલ કર્યો છે કે, “તમે એક મહિલા હોવાના કારણે આ બધું ચૂપચાપ કેવી રીતે જોઈ શકો ? દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.” આ સિવાય દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પણ આ ઘટનાની કડક નિંદા કરતા ટ્વિટ કર્યું છે, જેમાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર પણ ટોણો મારવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી એન.બિરેન સિંહના રાજીનામાની માંગ પણ વધી રહી છે

આ ઘટના બાદ વિપક્ષો મુખ્યમંત્રી એન.બિરેન સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મણિપુરમાં મહિલાઓ સાથેની ઘટનાથી સરકાર અને પાર્ટી બંને નારાજ છે, આ દરમિયાન મુખ્યમંત્રીનું રાજીનામું પણ માંગવામાં આવી શકે છે. તે જ સમયે, સીએમ બિરેન સિંહે (CM Biren Singh) પણ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આશ્વાસન આપ્યું છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ 30 મેના રોજ મણિપુરમાં હિંસક ઘટનાઓને કારણે મુખ્યમંત્રીએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમના સમર્થકોએ તેમને આમ કરતા અટકાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લેટેસ્ટ વીડિયો 4 મેનો છે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Rain : મુંબઈ શહેરને આજે પણ મેઘરાજા ધમરોળી નાંખશે!, હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ..

Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version