ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહેકોરોના વાયરસને મ્હાત આપી છે. આજે 29 એપ્રિલે તેમને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે.
મનમોહન સિંહ 19 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ થયા હતા.
પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહે કોરોનાની રસી કોવેક્સીનના બે ડોઝ લઈ લીધા છે. તેમની ઉંમર 88 વર્ષ છે અને તેમને ડાયાબિટિશની પણ બીમારી છે.
વધુ એક રાજ્યમાં લાગ્યું લોક ડાઉન. કોર્ટે રાજ્ય સરકારને ફટકારી ત્યારબાદ લેવાયો નિર્ણય….
