મુકેશ અંબાણી બ્લાસ્ટ કેસ અને મનસુખ હિરેન હત્યા કેસનું રહસ્ય દિવસેને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે.
એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્મા બાદ હવે મનસુખ હિરેનના મોત બાદ ડાયટોમ ટેસ્ટ રિપોર્ટ બનાવનારા ડોકટરો એનઆઈએના રડાર પર છે.
એનઆઈએની તપાસના આધારે મનસુખને પાણીની બહાર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, તો તેનો ડાયટમ રિપોર્ટ કેવી રીતે પોઝિટિવ આવ્યો?
આ જ શંકાઓને આધારે ડાયટમ રિપોર્ટ્સ આપનારા ડોકટરો હવે એનઆઈએના રડાર પર છે.
હાલ તપાસ ચાલુ છે અને એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.
