Site icon

Marathi Sahitya Sammelan: રાજધાની દિલ્હીમાં 71 વર્ષ પછી આયોજન થયું મરાઠી સાહિત્યિક સંમેલન, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

Marathi Sahitya Sammelan: પ્રધાનમંત્રી દિલ્હીમાં 21 ફેબ્રુઆરીનાં રોજ 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કરશે

Marathi Sahitya Sammelan Marathi literary conference organized after 71 years in the capital Delhi, inaugurated by PM Modi

Marathi Sahitya Sammelan Marathi literary conference organized after 71 years in the capital Delhi, inaugurated by PM Modi

News Continuous Bureau | Mumbai

  • રાષ્ટ્રીય રાજધાનીમાં 71 વર્ષ પછી આયોજિત મરાઠી સાહિત્યિક મેળાવડામાં મરાઠી સાહિત્યની કાલાતીત પ્રાસંગિકતાની ઉજવણી કરવામાં આવશે અને સમકાલીન વાર્તાલાપમાં તેની ભૂમિકાની શોધ કરવામાં આવશે
Marathi Sahitya Sammelan: સરકાર દ્વારા તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ વાતને આગળ વધારતા અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 4:30 વાગ્યે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

આ સંમેલન 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અને તેમાં વિવિધ પ્રકારની પેનલ ડિસ્કશન, પુસ્તક પ્રદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રસિદ્ધ સાહિત્યિક હસ્તીઓ સાથે સંવાદાત્મક સત્રોનું આયોજન કરવામાં આવશે. આ સંમેલન મરાઠી સાહિત્યની શાશ્વત પ્રાસંગિકતાની ઉજવણી કરશે અને સમકાલીન વાર્તાલાપોમાં તેની ભૂમિકાની શોધ કરશે. જેમાં ભાષા જાળવણી, અનુવાદ અને સાહિત્યિક કાર્યો પર ડિજિટલાઇઝેશનની અસરના વિષયો સામેલ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : WAVES: મુંબઈમાં યોજાશે વેવ્સ કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશિપ, આ 5 સભ્યોની જ્યુરી દ્વારા કરાઈ 10 સેમિ-ફાઇનલિસ્ટની પસંદગી

Marathi Sahitya Sammelan: રાષ્ટ્રીય રાજધાનીમાં 71 વર્ષ પછી યોજાઈ રહેલી મરાઠી સાહિત્યિક સભામાં પૂણેથી દિલ્હી સુધીની પ્રતીકાત્મક સાહિત્યિક ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ થાય છે. જેમાં 1,200 સહભાગીઓને આવરી લેવામાં આવ્યા છે, જે સાહિત્યની એકતાની ભાવનાને પ્રદર્શિત કરે છે. તેમાં 2,600થી વધુ કવિતાઓના સબમિશન્સ, 50 બૂક લોન્ચ અને 100 બૂક સ્ટોલ્સ સામેલ હશે. જેમાં દેશભરના પ્રતિષ્ઠિત વિદ્વાનો, લેખકો, કવિઓ અને સાહિત્યના શોખીનો ભાગ લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version