ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર
છોકરીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવા સંબંધિત બીલ લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે પસાર થયું છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં બાળ વિવાહ નિષેધ (સુધારા) બીલ, 2021 રજૂ કર્યું હતું.
આ બિલમાં છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈ છે.
હવે આ બીલને વધારે સમિક્ષા માટે સંસદની સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલાયું છે.
સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે અને પછી મંજૂરી અર્થે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને જે પછી તે કાયદો બની જશે અને છોકરીઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 થઈ જશે.
