મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે અર્થાત 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે નવો આદેશ જારી કર્યો છે.
આદેશમાં કહેવાયું છે કે આ દિવસે દેશની આઝાદી માટે બલિદાન દેનારાઓની યાદમાં 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે અને સમગ્ર દેશમાં 2 મિનિટ માટે કામકાજ અને આવનજાવન પર રોક લગાવવામાં આવશે.
મૌનનું પાલન કરાવવા માટે 10:59 AM વાગ્યે સાયરન પણ વગાડાશે.
આ સાયરન પછી, ભારતના પ્રત્યેક નાગરિકએ 2 મિનિટ સુધી મૌન પાળવાનું રહેશે.