News Continuous Bureau | Mumbai
Massive Drug Bust By DRI દેશભરમાં માદક દ્રવ્યોની દાણચોરી વિરુદ્ધ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા હાથ ધરાયેલી આક્રમક ઝુંબેશમાં મોટી સફળતા મળી છે; ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલા ત્રણ અલગઅલગ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ આશરે ૭ કિલો એમ્ફેટામાઇન, ૫ કિલો શુદ્ધ કોકેઇન અને ૩.૫ કિલો હેરોઇન સહિતનો અધધ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી ૫ મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે.
Massive Drug Bust By DRI – DRIનું ત્રિપક્ષીય ઓપરેશન, આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ પર તવાઈ
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની વિશેષ ટીમો દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદો અને એરપોર્ટ પર સર્વેલન્સ સઘન બનાવવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમી અને ડિજિટલ ટ્રેકિંગના આધારે હાથ ધરાયેલા આ સંયુક્ત ઓપરેશનમાં એજન્સીએ ત્રણ સ્વતંત્ર સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. વિદેશમાંથી હવાઈ માર્ગે અને કાર્ગો કન્સાઇનમેન્ટ દ્વારા ભારતમાં ઘુસાડવામાં આવી રહેલા ઉચ્ચ ગુણવત્તાના ડ્રગ્સની ખેપને બોર્ડર અને ચેકપોસ્ટ પર જ ઝડપી પાડીને સ્મગલરોના મનસૂબા પર પાણી ફેરવી દેવામાં આવ્યું હતું.
Massive Drug Bust By DRI – કોકેઇન, એમ્ફેટામાઇન અને હેરોઇનનો જથ્થો જપ્ત, ૫ પેડલરોની ધરપકડ
આ ત્રણેય ઓપરેશન દરમિયાન એજન્સીએ કુલ મળીને ૭ કિલો અત્યંત મોંઘું એમ્ફેટામાઇન (Amphetamine), ૫ કિલો કોકેઇન (Cocaine) અને ૩.૫ કિલો શુદ્ધ હેરોઇન (Heroin) કબ્જે કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય ગ્રે માર્કેટમાં અંદાજિત કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ગેરકાયદે દાણચોરીમાં સીધા સંકળાયેલા પાંચ સભ્યોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ આંતરરાષ્ટ્રીય કાર્ટેલ સાથે સંકળાયેલા કુરિયર અને લોકલ ડિસ્ટ્રિબ્યુશન હેન્ડલર તરીકે કામ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.
Massive Drug Bust By DRI – NDPS એક્ટ હેઠળ કડક ગુનો દાખલ, સમગ્ર નેટવર્કની તપાસ તેજ
ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ડીઆરઆઈના અધિકારીઓ હવે આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટના મૂળ વિદેશી સ્ત્રોત, ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ અને સ્થાનિક મેટ્રો શહેરોમાં સપ્લાય ચેઇનના છેડા શોધવા માટે બેંક ખાતાઓ અને ડિજિટલ કોમ્યુનિકેશનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, જેથી આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કને મૂળમાંથી નેસ્તનાબૂદ કરી શકાય.
👉 આ સમાચાર વાચો:
Congress Ultimatum To Modi Government શું EVM પર પૂર્ણવિરામ મુકાશે? કોંગ્રેસનું મોદી સરકારને અલ્ટીમેટમ જ્ઞાનેશ કુમારની વિદાય અને બેલેટ પેપરની માગ તેજ
