News Continuous Bureau | Mumbai
PM મોદીના(PM Modi) ખાસ આમંત્રણને માન આપીને આવતીકાલે મોરેશિયસના(Mauritius) પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનૌથ(Pravind Kumar Jugnauth) પત્ની કોબિતા(kobita) સાથે ભારત(India) આવી રહ્યાં છે.
પ્રવિન્દ કુમાર જુગનૌથની ભારત મુલાકાતને પગલે ભારત અને મોરેશિયસ વચ્ચે મહત્વના કરાર થાય તેવી સંભાવના છે.
મોરિશિયસનું આ પ્રતિનિધિમંડળ 17થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાતે રહેશે.
મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમારને પીએમ મોદીએ ભારત આવવાનું ખાસ આમંત્રણ(Special invitation) આપ્યું છે. તેમના આમંત્રણને માન આપીને પ્રવિન્દ કુમાર ભારત આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનૌથ પીએમ મોદીના ખાસ મિત્ર છે.
આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; જાણો વિગતે