Site icon

રૂપિયા કમાવવાની લ્હાયમાં થાઈલેન્ડ જતા યુવાનો સાવધાન- ભારતીયો પાસેથી કરાવાય છે આવા કામ- સરકારે આપી ચેતવણી

News Continuous Bureau | Mumbai

એક તરફ સતત મોંઘવારી વધતી રહી છે. બીજી બાજુ સંખ્યાબંધ લોકો પાસે રોજગાર નથી. એમાંય સમયની સાથે ભારતમાં સતત ભણેલા ગણેલા શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુવાધન વિદેશમાં પૈસા કમાવવાની લ્હાયમાં છેતરપિંડીનો ભોગ બની રહ્યું છે. કંઈક આવી જ સ્થિતિ હવે વિદેશ જતા ભારતીય યુવાનોની થઈ રહી છે. હાલમાં જ વિદેશ મંત્રાલયે થાઈલેન્ડ નોકરી માટે જતા ભારતીય યુવાનોને સંબોધીને ખાસ ચેતવણી આપી છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છેકે, હાલમાં જ ભારત સરકારે મ્યાનમારમાં બંધક ૩૨ ભારતીયોને બચાવ્યા હતા. ત્યાર બાદ વર્તમાન સ્થિતિને જાેતા ભારત સરકારે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય યુવાનોને થાઈલેન્ડમાં આઈટી સેક્ટરમાં નોકરીની લાલચ આપી મ્યાનમારમાં બંધક બનાવી અન્ય કામ કરાવતી ગેંગથી સાવધાન રહેવા જણાવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે ખાસ કરીને આઈટીના યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : આતુરતાનો અંત- આગામી મહિનાની આ તારીખે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ- વડાપ્રધાન મોદી કરશે લોન્ચ

સોશિયલ મીડિયા પર જાહેરાતો અને ભારત તથા દુબઈમાં સક્રિય એજન્ટો દ્વારા થાઈલેન્ડમાં કોલસેન્ટર અને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપવામાં આવે છે. આ યુવાનોને મોટા ભાગે સરહદ પાર ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈ બંધક બનાવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરાવવામાં આવે છે. મ્યાનમાર અને થાઈલેન્ડના ભારતીય દૂતાવાસોએ કોલ સેન્ટર છેતરપિંડી અને ક્રિપ્ટો કરન્સીની છેતરપિંડીમાં સંડોવાયેલી શંકાસ્પદ કંપનીઓના આવા કિસ્સાઓની જાણ કરી છે. મંત્રાલયે નાગરિકોને વિદેશ ભરતીના સંબંધમાં તે દેશોમાં ભારતીય મિશનમાંથી જાણકારી ચકાશવા જણાવ્યું છે. હાલમાં જ ભારત સરકારે થાઇલેન્ડમાં IT સેક્ટરમાં નોકરીના બહાને મ્યાનમારના અંતરિયાળ વિસ્તારમાં બંધક બનાવાયેલા ૩૨ ભારતીયોને રેસ્ક્યુ કર્યા હતા. વધુ ૬૦ ફસાયેલા હોવાનું મનાય છે.

 

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version