Site icon News Continuous Bureau | Mumbai

Aero India 2025: એરો ઈન્ડિયા 2025 માટે મીડિયા રજીસ્ટ્રેશન શરૂ, નોંધણી કરાવનારાઓ પાસે આ દસ્તાવજો હોવા જરૂરી..

Aero India 2025: એરો ઈન્ડિયા 2025 માટે મીડિયા રજીસ્ટ્રેશન શરૂ

Media registration for Aero India 2025 begins

Media registration for Aero India 2025 begins

News Continuous Bureau | Mumbai

Aero India 2025:  ‘એરો ઈન્ડિયા 2025’ ની 15મી આવૃત્તિ 10થી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન એરફોર્સ સ્ટેશન, યેલાહંકા, બેંગલુરુ (કર્ણાટક) ખાતે યોજાશે. 

Join Our WhatsApp Channel

પ્રદર્શનની મુલાકાત લેવા માટે મીડિયા કર્મચારીઓ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે અને એરો ઈન્ડિયા 2025 ( Aero India ) વેબસાઈટ (www.aeroindia.gov.in > નોંધણી > મીડિયા નોંધણી લિંક https://www.aeroindia.gov.in/registration/ media-authentication-form) પર ઓનલાઈન કરવાનું રહેશે. જે વિદેશી પત્રકારો આ કાર્યક્રમને કવર કરવા ઇચ્છે છે તેમની પાસે માન્ય ‘J વિઝા’ હોવા જરૂરી છે. નોંધણી 05 જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે.

Aero India 2025:  જેઓ નોંધણી ( Media personnel )  કરાવવા ઈચ્છે છે તેમની પાસે નીચે આપેલા દસ્તાવજો હોવા જરૂરી છે:-

(i) માન્ય મીડિયા ઓળખ કાર્ડ નંબર, જો માન્યતા પ્રાપ્ત હોય તો PIB/રાજ્ય માન્યતા કાર્ડ નંબર, અને જો ન હોય તો સરકારે જારી કરેલ ફોટો આઈડી કાર્ડ નંબર (≤ 1 MB)

(ii) પોતાનો ફોટોગ્રાફ.(≤ 512 Kb.)

આ સમાચાર પણ વાંચો : Mangal Munda PM Modi: ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાનું થયું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક..

પાંચ-દિવસીય ઇવેન્ટમાં પ્રથમ ત્રણ દિવસ વ્યવસાયિક દિવસો રહેશે, જેમાં એરોસ્પેસ ( Aerospace ) અને સંરક્ષણ ક્ષેત્રના મુખ્ય વેપાર પ્રદર્શન તેમજ ભારતીય વાયુસેના ( Indian Air Force ) અને અન્ય સહભાગીઓના હવાઈ પ્રદર્શનને રજૂ કરવામાં આવશે. વૈશ્વિક નેતાઓ અને એરોસ્પેસ ઉદ્યોગની મોટી વ્યક્તિઓ ઉપરાંત, આ શોમાં વિશ્વભરના થિંક-ટેન્કની પણ સહભાગિતા જોવા મળશે. એરો ઈન્ડિયા ઉડ્ડયન ઉદ્યોગમાં ( Aviation Industry ) માહિતી, વિચારો અને નવા વિકાસના આદાન-પ્રદાન માટે અનન્ય તક પૂરી પાડશે. સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ઉપરાંત, તે મેક ઇન ઇન્ડિયાના કારણને આગળ વધારશે.

એરો ઇન્ડિયા 2023માં 27થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને 809થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
Exit mobile version