Site icon

 Meta India Apologise :મોદી સરકાર સામે ઝૂક્યું મેટા ઇન્ડિયા માર્ક ઝકરબર્ગના વિવાદસ્પદ નિવેદન માટે  માંગી માફી- કહ્યું આઈ એમ સોરી ઈન્ડિયા…

Meta India Apologise :સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પેરેન્ટ કંપની મેટાના ભારતીય એકમ મેટા ઇન્ડિયાએ બુધવારે એક પોડકાસ્ટ દરમિયાન ભારતની ચૂંટણીઓ પર સીઈઓ માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી બદલ માફી માંગી. 

Meta India Apologise ‘Inadvertent error' Meta India apologises for Mark Zuckerberg's remark on 2024 elections

Meta India Apologise ‘Inadvertent error' Meta India apologises for Mark Zuckerberg's remark on 2024 elections

News Continuous Bureau | Mumbai

Meta India Apologise :મેટા ઇન્ડિયા ને ભારત સરકાર સામે ઝુકવુ પડ્યું છે. આજે માર્ક ઝુકરબર્ગની તે ટિપ્પણી બદલ માફી માંગી છે. જેમાં તેણે કહ્યું હતું કે ભારતમાં વર્તમાન સરકાર 2024ની ચૂંટણીમાં સત્તા ગુમાવશે. મેટા ઇન્ડિયાએ તેને અજાણતા થયેલી ભૂલ ગણાવી.  

Join Our WhatsApp Community

Meta India Apologise :મેટા ઇન્ડિયાએ માફી માંગી

મેટા ઈન્ડિયાના ઉપપ્રમુખ શિવનાથ ઠુકરાલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની પોસ્ટનો જવાબ આપતા ટ્વીટ કર્યું – માર્ક ઝુકરબર્ગનું નિવેદન કે 2024ની ચૂંટણીમાં ઘણા વર્તમાન પક્ષો ફરીથી ચૂંટાયા ન હતા તે ઘણા દેશો માટે સાચું છે, પરંતુ ભારત માટે નહીં. આ અજાણતા થયેલી ભૂલ માટે અમે માફી માંગીએ છીએ. ભારત મેટા માટે અતિ મહત્વપૂર્ણ દેશ છે અને અમે તેના નવીન ભવિષ્યના કેન્દ્રમાં રહેવાની અપેક્ષા રાખીએ છીએ.

Meta India Apologise :નિશિકાંત દુબેએ તેને સામાન્ય નાગરિકોનો વિજય ગણાવ્યો

ઠુકરાલની પોસ્ટને રીટ્વીટ કરતા નિશિકાંત દુબેએ કહ્યું કે માફી એ ભારતના સામાન્ય નાગરિકોની જીત છે. દુબેએ ટ્વિટ કર્યું કે, ભારતીય સંસદ અને સરકારને 1.4 અબજ લોકોના આશીર્વાદ અને વિશ્વાસ છે. મેટા ઇન્ડિયાના એક અધિકારીએ આખરે પોતાની ભૂલો માટે માફી માંગી છે. આ ભારતના સામાન્ય નાગરિકોનો વિજય છે.

જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદીય પેનલ ભવિષ્યમાં અન્ય બાબતો પર મેટા અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બોલાવશે. ભાજપના સાંસદે કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. લોકોએ દેશના સૌથી મજબૂત નેતૃત્વનો પરિચય દુનિયા સમક્ષ કરાવ્યો છે. ભવિષ્યમાં અમે અન્ય બાબતો પર આ સોશિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીશું.

આ સમાચાર પણ વાંચો : Mark Zuckerberg : માર્ક ઝુકરબર્ગના આ એક નિવેદન પર હોબાળો, ભારત સરકારે ‘મેટાને ફટકારી નોટિસ, આ તારીખ સુધી હાજર થવાનો આદેશ; કરી માફીની માંગ…

Meta India Apologise : મોટાભાગની વર્તમાન સરકારો સત્તામાંથી બહાર થઈ ગઈ

મહત્વનું છે કે એક પોડકાસ્ટમાં માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને પગલે ભારત સહિત મોટાભાગની વર્તમાન સરકારો સત્તામાંથી બહાર થઈ ગઈ હતી. અશ્વિની વૈષ્ણવ જેવા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સાંસદોએ તાત્કાલિક મેટા સીઈઓની ભૂલની નિંદા કરી અને માફીની માંગ કરી. અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે, ભારતના લોકોએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના NDAમાં પોતાનો વિશ્વાસ ફરી વ્યક્ત કર્યો… ઝુકરબર્ગનો દાવો કે ભારત સહિત મોટાભાગની વર્તમાન સરકારો કોવિડ પછી 2024ની ચૂંટણી હારી ગઈ, તે હકીકતમાં ખોટો છે.  

 

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version