Site icon

Weather Update : હવામાન વિભાગની મોટી આગાહી.. દેશના આ રાજ્યમાં આગામી 48 કલાક સુધી કમોસમી ઝરમર વરસાદ રહેશે યથાવત.

Weather Update : દેશમાં એક તરફ ઠંડીની ઋતુ ચાલી છે, ત્યાજ હવામાન થતા મોટા ફેરફારોને કારણે ઘણી જગ્યા એ વરસાદનો પણ યથાવત ચાલુ છે. તો જાણો અહીં કયા કેવુ રહેશે આજનું વાતાવરણ..

Meteorological department's big forecast.. Unseasonal drizzle will continue for the next 48 hours in this state of the country.. Know IMD Weather Update

Meteorological department's big forecast.. Unseasonal drizzle will continue for the next 48 hours in this state of the country.. Know IMD Weather Update

News Continuous Bureau | Mumbai

Weather Update : દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ ( Unseasonal rain )  જોવા મળ્યો છે. દક્ષિણ ભારતની સાથે કોંકણમાં પણ વરસાદ પડ્યો હતો. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ( Winter ) યથાવત છે. બીજી તરફ તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઠંડી અને ધુમ્મસ વચ્ચે, હવામાન વિભાગ ( IMD ) એ દેશના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. જો કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના નાગરિકોને આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે. આગામી 48 કલાકમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. 

Join Our WhatsApp Community

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર ભારતમાં છેલ્લા 24 કલાકમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ જોવા મળ્યું છે. ત્યાર બાદ આજથી તાપમાનમાં નજીવો ફેરફાર પણ જોવા મળશે. ઉત્તર ભારતમાં ઠંડીનું ( Cold Weather ) જોર હવે ઓછું થતું જોવા મળશે. તેમ જ ઉત્તર પશ્ચિમ, મધ્ય ભારતમાં આજે શુષ્ક હવામાન જોવા મળશે. દક્ષિણ ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. તો 11 જાન્યુઆરી સુધી દેશના વિવિધ ભાગોમાં ઝરમર વરસાદ જોવા ( Rain Forecast ) મળશે.

જાણો કયા રાજ્યમાં રહેશે વરસાદ..

IMD એ આગાહી ( Weather Forecast ) કરી છે કે આગામી 24 કલાક દરમિયાન તમિલનાડુ અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, તમિલનાડુ અને કેરળના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તે સિવાય કર્ણાટક, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે . ગુજરાતના પૂર્વ ભાગો, પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir Inauguration: પહેલી શાકાહારી 7 સ્ટાર હોટલ અયોધ્યામાં.. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મોટી જાહેરાત.. જાણો બીજા સરપ્રાઈઝ વિશે.

દરમિયાન, ઉત્તર પ્રદેશમાં હવામાન બદલાઈ રહ્યું છે. અહીં વરસાદ અને ધુમ્મસનો કહેર યથાવત છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે 10 જાન્યુઆરીએ અહીં હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. તેમ જ દિલ્હીમાં કડકડતી ઠંડીની સાથે ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. દિલ્હીમાં આજે તાપમાન 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે.

હિમાચલ પ્રદેશમાં જાન્યુઆરી મહિનામાં હિમવર્ષા થવાની સંભાવના ઘણી ઓછી છે. આગામી સમયમાં હિમાચલ પ્રદેશના માત્ર ઊંચા પર્વતીય વિસ્તારોમાં જ હિમવર્ષા થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, જાન્યુઆરી મહિના દરમિયાન રાજધાની શિમલામાં હિમવર્ષા થવાની સંભાવના ઘણી ઓછી છે. તેથી જાન્યુઆરી મહિનામાં હિમવર્ષાના સાક્ષી બનવા શિમલા આવતા પ્રવાસીઓને નિરાશ થવું પડશે.

Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Exit mobile version