News Continuous Bureau | Mumbai
કેન્દ્રની મોદી સરકારે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પર સકંજો કસ્યો છે.
ઝાકિર નાઈક પર કાર્યવાહી કરતા ગૃહ મંત્રાલયે તેના NGO ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.
ઝાકિર નાઈકના સંગઠનને ગેરકાયદેસર ગણાવતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ઝાકિર નાઈક મુસ્લિમ યુવાનોને કટ્ટરવાદ તરફ લઈ જવા માટે પ્રેરિત કરતો હતો.
એટલે તેની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર ભારતમાં પ્રતિબંધ છે.
ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
આ સમાચાર પણ વાંચો: હવે જામીન મળ્યા બાદ કેદીઓની મુક્તિ પ્રક્રિયા થશે ઝડપી, CJI એનવી રમના લોન્ચ કરી આ સિસ્ટમ; જાણો વિગતે
