Site icon News Continuous Bureau | Mumbai

તકનીકી ખામીને કારણે મિગ -29 ક્રેશ, પાયલોટ સલામત

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

08 મે 2020 

પંજાબમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. શુક્રવારે બપોરે નવાશહેર જિલ્લાના ચુહારપુરમાં મિગ -29 ક્રેશ થયું હતું. જોકે, વિમાન ક્રેશ થતાં પહેલાં પાયલોટ પોતાનો જીવ બચાવી કુદી પડ્યો હતો. હાલ પાયલોટની હાલત ગંભીર છે અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.  એસ.બી.એસ.નગરના પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ શુક્રવારે વાયુસેનાના લડાકુ વિમાન શહીદ ભગતસિંહ નગરના ચૂરાપુર ગામના ખેતરોમાં ક્રેશ થયું હતું. વરિષ્ઠ એસપીના કહ્યાં મુજબ "અમને સવારે 10:30 વાગ્યે અકસ્માત વિશે ખબર પડી. તે જ સમયે જાણ થઈ કે વિમાનચાલક પહેલા જ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. મિગ -29 દુર્ઘટનાના સમાચાર મળતા નજીકના ગામોના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેમણે પોલીસને ફોન કરી દીધો હતો ત્યારબાદ આ સમગ્ર દુર્ઘટના વિશે એરફોર્સને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યાં મુજબ "આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત છે અને પઠાણકોટ, આદમપુર સહિત ઘણા એરબેઝ નજીકમાં છે.  આજે તાલીમ માટે આ વિમાન લેવામાં આવ્યું હતું જે દરમિયાન મિગ -29 માં તકનીકી ખામી સર્જાતા વિમાન ક્રેશ થયું હતું"..

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version