Site icon

ખાણકામ / દરિયામાં ‘ખજાનો’ શોધી રહી છે સરકાર, મળી જશે આ વસ્તુ તો દેશ થઈ જશે માલામાલ

જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા દરિયામાં પણ આવા ખજાનાની શોધ કરવામાં આવી રહી છે.

Mines ministry in process of identifying mineral blocks in sea

ખાણકામ / દરિયામાં 'ખજાનો' શોધી રહી છે સરકાર, મળી જશે આ વસ્તુ તો દેશ થઈ જશે માલામાલ

 News Continuous Bureau | Mumbai

Minerals In The Sea: તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં એવો ખજાનો મળ્યો છે, જે દેશની અનેક જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ ખજાનો લિથિયમ છે અને જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા દરિયામાં પણ આવા ખજાનાની શોધ કરવામાં આવી રહી છે. હકીકતમાં સરકાર દરિયામાં ખનીજ શોધી રહી છે. ખાણ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, સરકાર દરિયાઈ વિસ્તારમાં નિકલ જેવા ખનિજોના ભંડારો શોધી રહી છે અને ભવિષ્યમાં આ ભંડારોનું વેચાણ પણ કરવામાં આવશે. ખાણ મંત્રાલયે ઓફશોર એરિયા મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, 2002માં સુધારા માટે હિતધારકો પાસેથી અભિપ્રાય માગ્યો છે.

Join Our WhatsApp Community

મહત્ત્વપૂર્ણ ખનીજોનું મહત્ત્વ વધતા આવા વિચારે જન્મ લીધો- સીઆઈઆઈ

ઇન્ડસ્ટ્રી બોડી CIIના એક કાર્યક્રમને સંબોધતા ભારદ્વાજે જણાવ્યું હતું કે, મહત્ત્વપૂર્ણ ખનિજોનું મહત્ત્વ વધુ બનવાની સાથે, એવો વિચાર ઊભો થયો છે કે શા માટે આપણે દરિયાઈ વિસ્તારમાં તેનું ખાણકામ નથી કરી રહ્યા. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, આપણે દરિયાઈ ખનીજનું ખાણકામ નથી કરી રહ્યા. હવે અમે આ કાયદામાં સુધારો કરી રહ્યા છીએ અને તમામ હિતધારકો તેના વિશે પોતાનો અભિપ્રાય આપી શકે છે.

દરિયાઈ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ ખનીજોને ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ

તેમણે જણાવ્યુ કે, ખાણ મંત્રાલય સમુદ્ર વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ ખનિજોની ઓળખ કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. આ પ્રક્રિયામાં કોઈ અન્ય પક્ષના હિતધારક ન હોવાના કારણે ભારત સરકાર આ ખનીજ ભંડારની હરાજી કરશે. ખાણ સચિવે તેને ઉદ્યોગ જગત માટે એક મોટી તક ગણાવતા જણાવ્યું હતું કે, તે સંપૂર્ણપણે અલગ પ્રકારનું બિઝનેસ ઓપરેશન હશે.

આ સમાચાર પણ વાંચો :   ફટકો / RBIએ 2023ને ગણાવ્યો પડકારજનક વર્ષ, વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડવાની આશંકા વ્યક્ત કરી

સ્વચ્છ ઊર્જા ટેક્નોલોજીના યુગમાં ખૂબ જ જરૂરી ઘટક

મહત્ત્વપૂર્ણ ખનિજો જેમ કે તાંબુ, લિથિયમ, નિકલ, કોબાલ્ટ અને દુર્લભ પૃથ્વી તત્વો એ સ્વચ્છ ઊર્જા ટેકનોલોજીના આજના યુગના મહત્ત્વપૂર્ણ ઘટકો છે. તેનો ઉપયોગ પવનચક્કીથી લઈને ઈલેક્ટ્રિક વાહનોમાં થાય છે. ભારદ્વાજે જણાવ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એલ્યુમિનિયમ અને અન્ય ધાતુઓનું રિસાયક્લિંગ (પુનઃઉપયોગ) કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉદ્યોગને ‘રિસાયક્લિંગ’ પ્રવૃત્તિઓમાં સામેલ થવા વિનંતી પણ કરી હતી. 

 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version