Site icon News Continuous Bureau | Mumbai

iGOT Lab: મંત્રાલયના કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા, માહિતી અને પ્રસારણ મંત્રાલય કરશે ‘આ’ લેબની સ્થાપના.

iGOT Lab: માહિતી અને પ્રસારણ મંત્રાલય કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે iGOT લેબની સ્થાપના કરશે

Ministry of Information and Broadcasting will set up iGOT Lab to facilitate online learning for employees

Ministry of Information and Broadcasting will set up iGOT Lab to facilitate online learning for employees

News Continuous Bureau | Mumbai

iGOT Lab: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને મંત્રાલયને સૂચના આપી છે કે,  મંત્રાલયની અંદર તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે આઇજીઓટી લેબ સ્થાપિત કરવામાં આવે. આ પહેલ મંત્રાલયના વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડરની વ્યાપક સમીક્ષા અને આઇજીઓટી પોર્ટલ પર કર્મચારીઓની ઓનબોર્ડિંગ સ્થિતિની વિસ્તૃત સમીક્ષાને અનુસરે છે. 

Join Our WhatsApp Community

માહિતી અને પ્રસારણ વિભાગના ( Ministry of Information and Broadcasting ) સચિવ સંજય જાજુ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન ડૉ. મુરુગને ( L. Murugan)  નિર્દેશ આપ્યો હતો કે મંત્રાલયના તમામ કર્મચારીઓને ( Ministry Employees ) 19 ઓક્ટોબર સુધીમાં આઇજીઓટી પોર્ટલ પર લઈ જવામાં આવે. મંત્રાલયે તેના કાર્યબળની વ્યાવસાયિક કુશળતા વધારવા માટે બજેટ મેનેજમેન્ટ, જેન્ડર સેન્સિટાઇઝેશન, લીડરશીપ અને ટીમ બિલ્ડિંગ સહિત 16 અભ્યાસક્રમોની ( iGOT Lab ) પસંદગી કરવાની ભલામણ કરી છે.

સહભાગિતાને પ્રોત્સાહિત કરવા મંત્રાલયે દર ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ અભ્યાસક્રમો પૂર્ણ કરનારા કર્મચારીઓનું સન્માન કરવાનો નિર્ણય પણ લીધો છે. તદુપરાંત, મંત્રાલયની શીખવાની યોજના અને તમામ મીડિયા એકમોમાં વિભાગીય વ્યૂહરચનાઓનો અસરકારક રીતે સંચાર કરવા માટે એક વર્કશોપ યોજવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: BIS Surat: BIS સુરતે માનક મહોત્સવ તરીકે ‘વિશ્વ માનક દિવસ’ની કરી ઉજવણી, આ કાર્યક્રમમાં જોવા મળી વિવિધ હિતધારકોની સક્રિય ભાગીદારી.

મંત્રીશ્રીએ મંત્રાલય દ્વારા ફરિયાદો અને આરટીઆઈ અરજીઓના સંચાલનની પણ સમીક્ષા કરી હતી તથા પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા તમામ કેસોના સમયસર નિરાકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version