Site icon

શરદ પવારનું સ્વાસ્થ્ય બગડ્યું?મોદીએ પણ કરી તબિયત વિશે પૂછપરછ;જાણો વિગત

Sahrad pawar backs BJP government in Nagaland

'આ' રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને જાહેર બાંધકામપ્રધાન અશોક ચવ્હાણ ગઈકાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. એમાં કેન્દ્રમાં બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બેઠક શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું? આ સવાલ અજિત પવારને કરવામાં આવ્યો હતો એવું મનાય છે.

અગાઉ શરદ પવારને બે વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એથી વડા પ્રધાન મોદીએ શરદ પવારની તબિયત અંગે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પૂછ્યું હતું. તેમણે અજિત પવારને પૂછ્યું હતું કે તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે? હવે શરદ પવારની તબિયત સારી છે, કે કેમ?

રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ 

ઉલ્લેખનીય છે કે આ સવાલના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે હા, પવારની તબિયત સારી છે, પરંતુ વડા પ્રધાન દ્વારા પુછાયેલા સવાલ બાદ હવે એવી અટકળો થઈ રહી છે કે શરદ પવાર શું ખરેખર હેમખેમ છે? જોકે, દિલ્હીમાં યોજાયેલી આ પ્રતિનિધિમંડળની બેઠકમાં પૂર્વે શરદ પવાર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા, ત્યારે તેમનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કોઈ અહેવાલ ન હતા.

Nitish Kumar sworn in: આજે યોજાશે નીતિશ કુમારનો શપથ સમારોહ: ભાજપના 17 અને જેડીયુના 15 મંત્રીઓ શપથ લેશે, પ્રેમ કુમાર બનશે સ્પીકર
India US Defense: સીમા પર તાકાત વધશે: ભારત-અમેરિકાની આટલા કરોડ ની મેગા ડીલ, મળશે ઘાતક જેવલિન મિસાઈલ.
Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
Exit mobile version