ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ એર બબલ વ્યવસ્થા અંતર્ગત હવે ભારત-યુક્રેન વચ્ચેની ફ્લાઈટ અને સીટોની સંખ્યા પર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.
એટલે કે હવે મોટા પ્રમાણમાં ફ્લાઈટ યુક્રેન જશે અને ચાર્ટર ફ્લાઈટ પણ સંચાલિત કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની આશંકાઓ વધી રહી છે. ત્યારે કીવમાં 20 હજાર કરતા પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. જેઓ કેન્દ્ર સરકાર પાસે મદદ માગી રહ્યા છે.
