કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ભારત-ચીન સૈન્ય વચ્ચે લદ્દાખ એલએસી ખાતે સર્જાયેલા ઘર્ષણ બાદ, સૈન્ય પરત ખેંચવા થયેલી સમજુતીને લઈને સવાલો કર્યા છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, પૈગોગ તળાવના વિસ્તારમાં ફિગર 4 ભારતનો વિસ્તાર છે પણ ભારતીય સૈન્ય ફિગર 4ને બદલે ફિગર 3 પર રહેશે તેવી સમજૂતી કરી છે.
તો શુ આપણે આપણો વિસ્તાર ચીનને સોપી દિધો છે ? LAC પર આપણો સરહદી વિસ્તાર ફિગર 4થી ઘટીને ફિગર 3 સુધીનો થઈ ગયો છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જમીનનો ટુકડો ચીનને સોંપી દીધો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.
