Site icon

કોરોના મહામારી વચ્ચે નવા વાયરસનું જોખમ- 29 દિવસમાં 30થી વધુ દેશોમાં લગભગ 600 કેસ- ભારતમાં પણ એલર્ટ

News Continuous Bureau | Mumbai 

વિશ્વમાં કોરોના મહામારી(Covid pandemic) વચ્ચે હવે મંકીપોક્સ(monkeypox) વાયરસનો ખતરો વધી ગયો છે. પાછલા મહિને ૭ મેએ બ્રિટન(Britain)માં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ મળ્યો હતો. પરંતુ એક મહિના બાદ આ વાયરસના ૩૦થી વધુ દેશોમાં લગભગ ૬૦૦ કેસ સામે આવી ચુક્યા છે. એટલે કે દુનિયા(World)માં દરરોજ નવા ૨૦ કેસ સામે આવ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ઘણા દેશોમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. 

Join Our WhatsApp Community

કોરોના બાદ મંકીપોક્સનો પ્રકોપ જાેતા દેશ(India)માં પણ એલર્ટ(Alert) જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સીડીસી અનુસાર આફ્રિકા(Africa)માં મંકીપોક્સ પર કરેલા રિસર્ચ અનુસાર ૧૦માંથી એક વ્યક્તિનું મોત આ વાયરસને કારણે થઈ શકે છે. એટલે કે મંકીપોક્સથી થનાર મૃત્યુનો દર ૧૦ ટકા છે. વિદેશમાં મંકીપોક્સના કેસ વધવાને કારણે ભારતમાં કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ

 સ્વાસ્થ્ય મંત્રાલયે તેના પર નજર રાખવા માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (National Center for Disease Control)અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(Indian Council of Medical Research)ને નિર્દેશ આપ્યા છે. જે વ્યક્તિ મંકીપોક્સ પ્રભાવિત દેશોમાંથી પરત ફરી રહ્યાં છે તેના પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. તો શંકાસ્પદ લક્ષણવાળા દર્દીઓના સેમ્પલ ટેસ્ટ માટે પુણે(Pune)ની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી(National Institute of Virology)માં મોકલવાનું કહેવામાં આવ્યું છે. 

મંકીપોક્સને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે સમય રહેતાં વાયરસ પર નિયંત્રણ કરી શકાય અને દુનિયાની પાસે તેના પ્રકોપને રોકવાનો એક અવસર છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા(world health organisation)એ તેના નિવારણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ડબ્લ્યૂએચઓ(WHO)એ કહ્યું કે, તેને નિયંત્રિત કરી શકાશે કે નહીં તે સ્પષ્ટ રીતે કહી શકાય નહીં.  વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપ કાર્યાલયના પ્રમુખ ડો. હૈન્સ ક્લૂઝે કહ્યુ- આવનારા તહેવારો અને ઉત્સવોને કારણે મંકીપોક્સના ફેલાવાને લઈને સાવધાન રહેવાની જરૂર છે. જાે ધ્યાન રાખવામાં નહીં આવે તો તે ઝડપથી ફેલાય શકે છે. તેમણે તેના પ્રસાર માટે યૌન ગતિવિધિઓને પણ જવાબદાર ઠેરવી છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version