Site icon

Monsoon Session 2023 : પિયુષ ગોયલે વિપક્ષી નેતાઓ પર કર્યો જોરદાર પ્રહાર, કહ્યું- કાળાં કપડાંવાળાઓનું ‘ભવિષ્ય’ પણ કાળું, એટલે તો કાળા કાગડા પણ..

Monsoon Session 2023 : વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (ઇન્ડિયા) ના ઘટક પક્ષોના સાંસદો ગુરુવારે મણિપુર મુદ્દે સરકારના વલણનો વિરોધ કરવા કાળા વસ્ત્રો પહેરીને સંસદમાં પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે(Union Minister Piyush Goyal) આ અંગે વિપક્ષને જવાબ આપ્યો.

Monsoon Session 2023 : MP Piyush Goyal Attacks Opposition For Wearing Black Clothes In Parliament

Monsoon Session 2023 : MP Piyush Goyal Attacks Opposition For Wearing Black Clothes In Parliament

News Continuous Bureau | Mumbai
Monsoon Session 2023 : મણિપુર હિંસા(Manipur violence) અંગે વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સતત જવાબ માંગી રહ્યો છે. જેને લઈને સંસદના ચોમાસુ સત્ર ( Monsoon Session 2023) માં છેલ્લા ઘણા દિવસોથી હંગામો ચાલી રહ્યો છે, જ્યારે હવે વિરોધમાં વિપક્ષ(Opposition)ના સાંસદો કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે(Union Minister Piyush Goyal) આ અંગે વિપક્ષને જવાબ આપ્યો. જેમાં તેમણે કહ્યું કે આવા ગંભીર વિષયનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. આ ભારતની ઓળખનો પ્રશ્ન છે. ગોયલે કહ્યું કે કાળાં કપડાં પહેરવાવાળા લોકો લોકોને સમજી નથી શક્યા કે દેશની વધતી તાકાત આજે શું છે?

પીયૂષ ગોયલે વિપક્ષ પર સાધ્યું નિશાન

કેન્દ્રીય મંત્રીએ કાળા કપડા પહેરીને સંસદમાં પહોંચેલા વિપક્ષી સાંસદો(Opposition MPs) વિશે કહ્યું કે જેમના મન અને તન કાળાં છે, તેમના દિલમાં શું છુપાયેલું છે? તેમનો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય કાળાં છે, પણ અમને આશા છે કે તેમની જિંદગીમાં પણ ઉજાસ આવશે.

Join Our WhatsApp Community

‘કાળા કપડાં પહેરનારાનું ભવિષ્ય પણ કાળું’

પિયુષ ગોયલે તેમના ભાષણમાં સંસદ પરિસરમાં આમ આદમી પાર્ટી(AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chaddha) પર કાગડાઓ દ્વારા હુમલો કરવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજકાલ કાળા કાગડા પણ તેમની તરફ આકર્ષાઈ રહ્યા છે. તેમની આવતીકાલ પણ કાળી છે, આજ પણ કાળો છે અને ભવિષ્ય પણ કાળું છે. આપણે નેગેટિવ માઈન્ડેડ(Negative Mind) લોકો નથી. અમને પૂરો વિશ્વાસ છે કે તેમના જીવનમાં પણ અંધકારનો અંત આવશે અને તેમના જીવનમાં પણ ઉજાસ આવશે. કાળું કપડું કાળું કામ, ભારત સહન નહીં કરે…

આ સમાચાર પણ વાંચો : Gadar 2 : પાકિસ્તાનમાં સની દેઓલે મચાવી ‘ગદર’, ફરી પરિવાર માટે લડતો જોવા મળ્યો તારા સિંહ, જુઓ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર

કાર્યવાહી સ્થગિત

પિયુષ ગોયલના ભાષણ બાદ એનડીએના તમામ સાંસદોએ ‘કાળા કપડા, કાળું કામ, હિન્દુસ્તાન સહન નહીં કરે’ તેવા નારા લગાવ્યા હતા. આ સાથે જ વિપક્ષી સાંસદોએ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. બંને તરફથી નારાબાજીને જોતા આ દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડ તમામ સાંસદોને ચૂપ કરાવતા જોવા મળ્યા હતા. આ પછી હોબાળો થતાં કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

WesternRailway: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–પટના અને રાજકોટ–બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
PM Modi: PM મોદીની બિહારની મહિલાઓને ભેટ, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ની કરી શરૂઆત, જાણો તેનાથી શું થશે લાભ
Indian Air Force: અલવિદા મિગ-21: ક્યારેક બન્યું ‘ગેમચેન્જર’ તો ક્યારેક ‘ઉડતું કફન’ તરીકે થયું બદનામ… જાણો લડાકૂ વિમાનની સફરની સંપૂર્ણ કહાની.
Exit mobile version