કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થઈ શકે છે.
સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસું સત્ર યોજવાની ભલામણ કરી છે.
કોરોનાની ત્રીજી લહેરોની સંભાવના વચ્ચે સરકારે બધા સાંસદોને સત્ર શરૂ થતા પહેલા વેક્સિનના બંન્ને ડોઝ લેવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સંસદનાં ચોમાસા સત્રની તારીખો નક્કી કરવા માટે ગત સપ્તાહે સમિતિની બેઠક મળી હતી, પરંતુ આ મામલે પીએમ મોદીની અંતિમ મંજૂરી હજુ સુધી મળી નથી.
કોરોનાકાળમાં પણ આઇઆરસીટીસીએ રેલ નીર પાણી વેચીને અધધ આટલા કરોડ રૂપિયાની કમાણી કરી ; જાણો વિગતે
