Site icon

ભારતમાં કોરોનાના મૃત્યાંકની સત્યતા પર મોટો સવાલ; સત્તાવાર આંકડા કરતાં થયેલાં વધુ મૃત્ય બન્યો ઊંડી ચર્ચાનો વિષય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 જૂન 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

એક ભારતીય રાજ્યે હજારો અસંગત નોંધાયેલા કેસની શોધ બાદ એનો કોરોના મૃત્યાંક ઝડપથી વધારી દીધો છે અને ભારતમાં એકંદર મૃત્યુની સંખ્યા સત્તાવાર આંકડા કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધારે છે એવી શંકાને વજન આપ્યું છે. એપ્રિલ અને મે મહિનામાં કોરોના વાયરસની વિનાશક બીજી લહેર દરમિયાન હૉસ્પિટલોમાં બેડ્સ અને ઑક્સિજનની ભારે અછત સર્જાઈ હતી અને લોકો હૉસ્પિટલોની બહાર અને તેમનાં ઘરોમાં મૃત્યુ પામ્યા હતા. ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે એમાંથી ઘણાં મૃત્યુ કોરોનામાં નોંધાયાં નથી.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ વિશ્વમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ ભારતમાં બીજા ક્રમે છે. બિહાર રાજ્યમાં કેટલાંક હજાર મૃત્યુની શોધથી એવી શંકા ઊભી થઈ છે કે ઘણા કોરોના વાયરસ પીડિતોનો સમાવેશ સત્તાવાર આંકડામાં કરવામાં આવ્યો નથી. ભારતના ગરીબ રાજ્યોમાંના એક બિહારના આરોગ્ય વિભાગે બુધવારે એની કુલ કોરોના સંબંધિત મૃત્યાંકની સંખ્યા ૫૪૨૪ જેટલી વધારી બુધવારે લગભગ ૯,૪૨૯ કરી નાખી છે.

જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાનગી હૉસ્પિટલો માથે માછલાં ધોતાં એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, તાજેતરમાં નોંધાયેલાં મોત ગયા મહિને થયાં હતાં અને રાજ્યના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે. "આ મૃત્યુ ૧૫ દિવસ પહેલાં થયાં હતાં અને હવે એ ફક્ત સરકારી પૉર્ટલમાં અપલોડ કરવામાં આવ્યાં છે. કેટલીક ખાનગી હૉસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે," એમ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. બિહાર બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો મૃત્યાંક ૧૦ ટકા વધારે હોવાની વાત સામે આવી છે.

ઉપરાંત નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ઑફ સોશિયલ મેડિસિન ઍન્ડ કૉમ્યુનિટી હેલ્થના વડા, રાજીબ દાસગુપ્તાએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અન્ડર-રિપૉર્ટિંગ એ એક વ્યાપક સમસ્યા છે, જાણી જોઈને નહીં પણ સંસાધનની અછતને લીધે.

ભારતીય જનતા પાર્ટીને અધધધ.. આટલા કરોડ રૂપિયા.. ડોનેશનમાં મળ્યા. કોંગ્રેસ કરતાં પાંચ ગણા વધુ. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ ગંભીર બીજી લહેર દરમિયાન અનેક સ્મશાનગૃહ સંઘર્ષ કરી રહ્યા હોવાથી, ઘણા પરિવારોએ પવિત્ર ગંગા નદીમાં મૃતદેહો મૂક્યા અથવા તેને તેની રેતીના કાંઠે છીછરી કબરોમાં દફનાવ્યા આવ્યા હતા. આ દર્શાવે છે કે કોરોનાની સ્થિતિ સરકારી આંકડામાં દેખાય છે તેના કરતા વધુ ગંભીર છે અને આ અંગે તપાસ થવી જ જોઈએ.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version