દેશમાં કોરોનાના નવા કેસોની ગતિ દૈનિક 50 હજાર કરતા પણ ઓછી જોવા મળી રહી છે, પરંતુ કોરોનાની બીજી લહેર હજી પણ કેટલાક વિસ્તારોમાં કહેર વરસાવી રહી છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એકલા મહારાષ્ટ્ર અને કેરળમાં દેશના અડધાથી વધુ કેસ છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કેરળના 14 જિલ્લા અને મહારાષ્ટ્રના 15 જિલ્લા ચિંતાનું કારણ બન્યા છે.
કોરોના પ્રોટોકોલનું પાલન કરવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે આપણે રશિયા, બાંગ્લાદેશ અને બ્રિટનના ઉદાહરણ પરથી શીખવું પડશે, જ્યાં ફરી એકવાર કેસ વધવા માંડ્યા છે.
ફિઝી સરકારે કોરોનાને નાથવા લીધા કડક પગલાં, વેક્સિન નહીં લેનારની વિરુદ્ધ થશે આ કાર્યવાહી ; જાણો વિગતે
