News Continuous Bureau | Mumbai
- મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ
Mosquito borne diseases: હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે. મચ્છરોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. શિયાળો પૂરો થાય અને ઉનાળાનું આગમન થતા જ મચ્છરોની ઉત્પત્તિ વધે છે. ત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા આપણે આટલું આવશ્ય કરવું જોઈએ.
– દર અઠવાડિયે ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સૂકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા જોઈએ.
– એર કુલરમાં નિયમિત પાણી બદલતા રહેવું જોઈએ, તેમાં ફરીથી પાણી ભરતા પહેલા સારી રીતે ઘસીને સાફ કરવું જોઈએ.
– ફ્રીજની ટ્રે અને એ.સી. નું જમા થતું પાણી નિયમિત ખાલી કરી સફાઈ કરવી જોઈએ.
– પાણી સંગ્રહ કરવાના થતાં તમામ પાત્રો ઢાંકણથી બંધ રાખવા જોઈએ.
– બારી બારણામાં મચ્છરજાળી લગાવવી.
– સુતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.
– મચ્છર અગરબત્તી તથા રિપેલન્ટનો પણ ઉપયોગ કરો.
સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા…માટે આપની આસપાસ સ્વચ્છતાની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. મચ્છરજન્ય બીમારીઓને અટકાવવા આપણાં નિત્ય જીવનમાં થોડી સાવચેતી અને મચ્છર કરડવાથી બચવાના ઉપાયો અવશ્ય પાળવા જોઈએ. દર રવિવારે 10 મિનિટ પોતાના ઘરની સફાઈ પર ધ્યાન આપી મચ્છરનો ફેલાવો રોકી વાહક જન્ય રોગચાળો અટકાવવામાં તમારૂં યોગદાન અવશ્ય આપો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed