Site icon

MPs suspended : ભારતીય સંસદના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી! આજે ફરી 49 સાંસદોને સસ્પેન્ડ કરાયા, અત્યાર સુધીમાં 142 સાંસદો થયા સસ્પેન્ડ.

MPs suspended : સુપ્રિયા સુલે, મનીષ તિવારી, શશિ થરૂર, મોહમ્મદ ફૈઝલ, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંધોપાધ્યાય, ડિમ્પલ યાદવ અને દાનિશ અલી સહિત લોકસભામાં વિપક્ષના કેટલાક સાંસદોને સંસદના શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

MPs suspended Protests rock both Houses; total 142 MPs suspended 49 more MP got suspended

MPs suspended Protests rock both Houses; total 142 MPs suspended 49 more MP got suspended

News Continuous Bureau | Mumbai 

MPs suspended : સંસદના ( Parliament ) શિયાળુ સત્ર ( Winter session ) દરમિયાન વિપક્ષી સાંસદોના ( opposition MPs ) હંગામા અને વિરોધને કારણે આજે ફરી (19 ડિસેમ્બર) વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે . આ રીતે સંસદના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડેડ સાંસદોની સંખ્યા 141 પર પહોંચી ગઈ છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ સસ્પેન્ડ કરાયેલા સાંસદોને સમગ્ર શિયાળુ સત્રની કાર્યવાહીમાં ભાગ લેવાથી મનાઈ કરી દેવામાં આવી છે. સુપ્રિયા સુલે, મનીષ તિવારી, શશિ થરૂર, મોહમ્મદ ફૈઝલ, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંધોપાધ્યાય, ડિમ્પલ યાદવ અને દાનિશ અલી સહિત લોકસભામાં ( Lok Sabha ) વિપક્ષના કેટલાક સાંસદોને સંસદના શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ( Prahlad Joshi ) કહ્યું, ગૃહની અંદર પ્લેકાર્ડ ન લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓ તાજેતરની ચૂંટણીમાં હાર્યા બાદ હતાશામાં આવીને આવા પગલા લઈ રહ્યા છે. તેથી જ અમે (સાંસદોને સસ્પેન્ડ કરવાનો) પ્રસ્તાવ લાવી રહ્યા છીએ.

અર્જુનરામ મેઘવાલે મૂક્યો હતો આ પ્રસ્તાવ

આ પછી લોકસભામાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે ( Arjun Ram Meghwal ) સુપ્રિયા સુલે, મનીષ તિવારી, શશિ થરૂર, મોહમ્મદ ફૈઝલ, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંધોપાધ્યાય, ડિમ્પલ યાદવ અને દાનિશ અલી સહિત અન્ય વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલા સોમવારે (18 ડિસેમ્બર) 33 લોકસભા અને 45 રાજ્યસભા સાંસદો સહિત 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local: મુસાફરોને હાલાકી.. ગોખલે બ્રિજના કામ માટે આ લાઈન પર ત્રણ કલાકનો વિશેષ બ્લોક, કેટલીક ટ્રેનો થશે રદ્દ…

આજે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવશે

મનીષ તિવારી, ચંદ્રશેખર પ્રસાદ, ડિમ્પલ યાદવ, કાર્તિ ચિદમ્બરમ, એસટી હસન, સુપ્રિયા સુલે, શાથી થરૂર, દાનિશ અલી, માલા રોય, રાજીવ રંજન સિંહ, સંતોષ કુમાર, પ્રતિભા સિંહ, મોહમ્મદ સાદિક, જગબીર સિંહ ગિલ, મહાબલી સિંહ, એમકે વિષ્ણુ પ્રસાદ, ફારુક અબ્દુલ્લા, ગુરજીત સિંહ ઔજલા, ફઝલુર રહેમાન, રવનીત સિંહ બિટ્ટુ, દિનેશ યાદવ, કે સુધાકરણ, સુશીલ કુમાર રિંકુ.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version