Site icon News Continuous Bureau | Mumbai

 મુકેશ અંબાણી ના ઘરની બહાર વિસ્ફોટ મામલે હવે કેન્દ્ર સરકાર એક્શનમાં.. આ દમદાર પગલું ઊંચક્યું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 માર્ચ 2021 

કેન્દ્ર સરકાર ભારત દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળવાના મામલે નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી ને તપાસ સોંપી દીધી છે. હવે આ મામલે ગતિવિધિ તેજ થઇ ગઇ છે. એનઆઈએ એ આ સંદર્ભે છ આપરાધિક ધારાઓ હેઠળ કેસ દર્જ કરી નાખ્યો છે. આ ઉપરાંત તેમણે તપાસ માટે ત્રણ વિશેષ ટીમ બનાવી છે જેમાં આઈજી સ્તરના અધિકારી ઇન્ચાર્જ રહેશે. આ ઉપરાંત આ સમગ્ર મામલે તેમણે મુંબઈ પોલીસ પાસે રિપોર્ટ પણ મંગાવ્યો છે.

 સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી તરફથી અત્યાર સુધીમાં દર્જ કરવામાં આવેલા તમામ સ્ટેટમેન્ટ અને ફોરેન્સિક રિપોર્ટ માંગવામાં આવ્યા છે. હવે એક વિશેષ તપાસ દળ   મુંબઈ માટે રવાના થશે. જે એન્ટિલિયા ના મુખ્ય સુરક્ષા અધિકારી અને પોલીસ અધિકારીઓ સાથે સવાલ-જવાબ કરશે. તેમજ આ કેસમાં મુખ્ય સાક્ષી ના ઘરે પણ જશે.

આમ હવે મુકેશ અંબાણીના ઘરની બહાર ગાડી રાખવાના મામલે તપાસ જલદ ગતિએ આગળ વધી રહી છે.

કંપલીટ ડ્રામા : વેબ સીરીઝ કરતા જોરદાર સ્ટોરી. કઈ રીતે સચિન વઝેનું નામ મનસુખ હિરણ હત્યાકાંડમાં આવ્યું. હવે શિવસેનાનું નામ પણ જોડાયું.

India Pakistan Warship Collision Action અરબી સમુદ્રમાં સામસામે આવી ગયા બે કટ્ટર હરીફ જાણો સુરક્ષિત અંતરના નિયમોનો ભંગ કરી પાકિસ્તાને કેવી રીતે સર્જી ખતરનાક પરિસ્થિતિ
India Summons Pakistan Diplomat દરિયામાં તણાવ પાકિસ્તાની નૌસેનાની ખતરનાક હરકત, ભારતીય વોરશિપ સાથે ટક્કર બાદ સંરક્ષણ વિભાગે લીધું આક્રમક વલણ!
PM Narendra Modi Life Journey વડનગરના રેલવે સ્ટેશનથી દેશના વડાપ્રધાન પદ સુધી નરેન્દ્ર મોદીની સંઘર્ષભરી અને પ્રેરણાદાયી જીવનયાત્રા
Congress Attacks Modi Govt Over UPI Charges ‘રાહત આપવાને બદલે ખિસ્સા પર તરાપ’ યુપીઆઈ ચાર્જ મુદ્દે ખડગેનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
Exit mobile version