Mundra Customs: મુન્દ્રા કસ્ટમ્સે NDPS એક્ટ હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીઓનો નાશ કર્યો હતો. જેને 2024માં આફ્રિકા જતા નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી જપ્ત કરવામાં આવી હતી. NDPS એક્ટ-2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યારથી આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. જેની અંદાજિત કિંમત રૂ. 150 કરોડ છે. જપ્ત કરાયેલી દવાઓને 23 જાન્યુઆરી, 2025ના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ સ્થિત ઇન્સિનેરેટર ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Jaypur Division: જયપુર ડિવિઝનમાં આ કારણથી કેટલીક ટ્રેનો થઇ રદ, પરિવર્તિત માર્ગથી ચાલશે ટ્રેન, જુઓ ટાઈમટેબલ
આ નાશ કવાયત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા 10 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારી અખિલ ભારતીય ડ્રગ નિકાલ ઝુંબેશનો એક ભાગ છે. આ ઝુંબેશ, નાશ માટે તૈયાર નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS)ના ઝડપી અને કાર્યક્ષમ નિકાલની ખાતરી કરીને ડ્રગ હેરફેરનો સામનો કરવા માટે ભારતીય કસ્ટમ્સની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
