ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતમાં કોરોના ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસ પણ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યા છે.
દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 450 અને 320 કેસ છે.
જોકે ઓમિક્રોનના 1,270 દર્દીઓમાંથી 374 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ઉલ્લેખનીય છે કે આ વાયરસ દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે.
