Site icon News Continuous Bureau | Mumbai

WHO દ્વારા મંજૂર કરાયેલી 8 રસીઓમાંથી 2 ભારતીય, સ્વદેશી વેક્સીનને આટલા દેશોએ મંજૂરી આપી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોના વાયરસની સામે નાગરિકોને રક્ષણ પુરૂ પાડવા માટે ભારતમાં બે રસી તૈયાર કરવામાં આવી છે. કોવેક્સિન અને કોવિશીલ્ડ. 

પ્રાપ્ત જાણકારી મુજબ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનને WHO તરફથી ઈમરજન્સી યુઝ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

એટલે કે હવે કોવેક્સિન લઇ ચુકેલા લોકો કોઇ પણ અડચણ વગર વિદેશ પ્રવાસે જઇ શકશે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે WHOએ અત્યાર સુધીમાં 8 રસીને ઇમરજન્સી યુઝ લિસ્ટમાં સમાવેશ કર્યો છે.

આપણને ખુશી છે કે તેમાંથી બે રસી ભારતીય છે- કોવેક્સિન અને કોવિશીલ્ડ. વિશ્વના 96 દેશોએ આ બંને રસીને માન્યતા આપી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.પ્રથમ ડોઝમાં 74,21,62,940 જ્યારે 34,86,53,416 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

ભારતમાં કોરોનાના વળતા પાણી, આજે નવ મહિના બાદ સૌથી ઓછા નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા

LPG Aadhaar Biometric Authentication નકલી કનેક્શન પર સરકારનો મોટો પ્રહાર ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, જાણો છેલ્લી તારીખ અને નિયમો
Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Surya Kiran Air Show ઐતિહાસિક ક્ષણ સૂર્યકિરણ એરોબેટિક ટીમે પહેલી વાર મેરઠના આકાશમાં કર્યા અદભુત કરતબો, ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટોએ જમાવ્યો રંગ!
DoT Telecom Fraud Warning તમારા આધાર પર કેટલા સિમ એક્ટિવ છે? DoT ની ચેતવણી વચ્ચે ‘સંચાર સાથી’ પોર્ટલ પર ચકાસણીની તાકીદ; નકલી ઓળખકાર્ડ વાપરનારા હવે નહીં બચે
Exit mobile version