ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
બિહારના ચાઇબાસામાં ઘાસચારા કૌભાંડનો ઘટસ્ફોટ કરનારા ભૂતપુર્વ અધિકારી હવે વડાપ્રધાનના સલાહકાર બનશે. તેમની ઉપર દેશની શિક્ષણ નીતિમાં બદલાવ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂક કોન્ટ્રાક્ટને આધારે થઈ છે. જેમનો કાર્યકાળ બે વર્ષનો અને તેમનું પદ સચિવના સ્તરનું રહેશે.
લો બોલો! ગ્રાહકોને બદલે રાજયના આ વીજ એકમો બારોબાર વીજળી વેચી મારતા હોવાનો વીજ મંત્રાલયનો ચોંકાવનારો આરોપ; જાણો વિગત.
અમિત ખરે વર્ષ 1985 બેચના ઝારખંડ કેડરના અધિકારી હતા. તેઓ ગયા મહિને જ નિવૃત્ત થયા હતા. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી MBA કર્યું છે. વર્ષ 2019 માં ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અમિત ખરેની ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અધિકારીઓમાં થાય છે. ખરેએ વર્ષ 2018-19 માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે પણ સેવા આપી છે. તેમના કાર્યકાળ દરમિયાન જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021 રજૂ કરાયા હતા.
