ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે.
સુરક્ષા દળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. સાથે જ સેનાએ અથડામણના સ્થળેથી હથિયાર અને ફાયરીંગ સહિત કેટલીક આપત્તિજનક સામગ્રી પણ જપ્ત કરી છે.
હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે માર્યા ગયેલા આતંકવાદી કોણ છે અને તે કયા આતંકવાદી જૂથ સાથે સંકળાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે કુલગામમાં ગઈકાલે આતંકવાદીઓએ પોતાની પાર્ટીના નેતા ગુલામ હસન લોનની ગોળી મારીને હત્યા કરી દીધી છે. લોન ચાર મહિના પહેલા પીડીપીમાંથી રાજીનામુ આપીને પોતાની પાર્ટીમાં સામેલ થયા હતા.
લગભગ 15 દિવસની અંદર આ પ્રકારની ત્રીજી ઘટનાને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે.
કાબુલથી એક સાથે 290 લોકોને ભારત લાવી રહ્યું છે આ વિમાન, આટલા અફઘાન નાગરિક પણ આવશે સાથે