ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
નાણાકીય વર્ષ 2019-20માં વેચવામાં આવેલા ઇલેક્ટોરલ બોંડ્સનો 75 ટકા હિસ્સો ભાજપને મળ્યો છે.
2019-20 માં કુલ 3355 કરોડના ચૂંટણી બોન્ડ્સ વેચાયા હતા જેમાંથી ભાજપના ખાતામાં 2555 કરોડ આવ્યાં છે.
2018-19 ના વર્ષમાં ભાજપને ચૂંટણી બોન્ડના વેચાણ દ્વારા 1450 કરોડ મળ્યાં હતા, પરંતુ હવે તેને 2555 કરોડ મળ્યાં છે એટલે કે 75 ટકાનો વધારો થયો છે.
ભાજપની સૌથી મોટી હરીફ પાર્ટી કોંગ્રેસના ચૂંટણી ભંડોળમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2018-19 માં કોંગ્રેસને ચૂંટણી બોન્ડ્સમાંથી 383 કરોડની રકમ મળી. 2019-20 માં કોંગ્રેસને 318 કરોડની રકમ મળી.
અન્ય વિપક્ષી દળ, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે ₹ 100.46 કરોડ એકત્ર કર્યા. શરદ પવારના પક્ષ એનસીપીને 29.25 કરોડ, શિવસેનાને 41 કરોડ, ડીએમકેને 45 કરોડ, લાલુ યાદવના આરજેડીને 2.5 કરોડ, આમ આદમી પાર્ટીને 18 કરોડ રૂપિયા મળ્યા હતા. 2019, ભાજપની આવક તેના પાંચ મુખ્ય હરીફોની કુલ રકમ કરતા બમણી હતી.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ પાસેથી મીડિયાને મળેલા ડેટામાં આ ખુલાસો થયો છે.
ઔરંગાબાદમાં રસીના કાળાબજારનો પર્દાફાશ, 300 રૂપિયા ચૂકવો, રસીકરણ કરાવો; આરોગ્યપ્રધાને આપ્યા આ આદેશ