ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
હાલ એવી અફવાઓ વહેતી થઈ છે કે પશ્ચિમ બંગાળમાં ચુંટણી પત્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં લોકડાઉન લગાવી દેશે. જો કે આ સંદર્ભે ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે અમે અનેક સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ગત સમય લોકડાઉન લગાડવા માટે અમારી પાસે એક મોટું કારણ હતું કે અમે વૈદકીય સુવિધાઓને યોગ્ય દિશામાં લાવવા માંગતા હતા. હવે આવું કોઈ કારણ દેખાતું નથી. આથી લોકડાઉન સંદર્ભે લોકોને ચિંતા થઈ રહી છે તે અસ્થાને છે. અમે કોઈપણ વસ્તુ લોકોને જણાવ્યા વિના નહીં કરીએ.
માસ્ક વગર ફરતા લોકોને હવે પોલીસ અને સ્પેશિયલ કોર્ટ સિવાય આ સરકારી કર્મચારી પણ પકડી શકશે.