Site icon

અમેરિકાનો વરતારો આરબ દેશો ઇઝરાયલ સાથે સંબંધ બાંધશે

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

25 ઓગસ્ટ 2020

સંયુક્ત આરબ અમીરાત અને ઇઝરાયેલ વચ્ચે બોલચાલ ના સંબંધો શરૂ થતા અન્ય આરબ જગતમાં નવી આશા જાગી છે.  હવે અન્ય આરબ દેશો પણ ઇઝરાયલ સાથે સંબંધો સ્થાપે એવી આશા અને પ્રયત્નો અમેરિકા પણ કરી રહ્યું છે.  અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓ મધ્યપૂર્વ દેશોની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓએ ટ્રમ્પ વહીવટી તંત્રના આરબ-ઇઝરાયેલ શાંતિ પ્રયાસોને આગળ વધારવા, ખાડી દેશોનો પ્રવાસ આરંભ કર્યો છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે અને આ દેશોની મુલાકાત ના પ્રથમ તબક્કામાં પોમ્પીઓ જેરુસલેમ પહોંચ્યા છે. ઈઝરાઈલ સાથે કામ કરવાની અને તેને માન્યતા આપવાની તકથી મધ્ય પૂર્વમાં માત્ર સ્થિરતા જ નહીં આવે પરંતુ બંને દેશોના લોકોના જીવન ધોરણ માં પણ સુધારો થશે. એમ પોમ્પીઓએ જણાવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના ફરીથી પ્રમુખ બનવા ચૂંટણી લડી રહેલા ટ્રમ્પે, ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે દોસ્તી કરાવી છે. તેને અમેરિકા પોતાની મોટી સફળતા ગણાવી રહ્યા છે.

નોંધનીય છે કે ટ્રમ્પે આરબ અમીરાત અને ઇઝરાયેલ વચ્ચેના નૈતિક સંબંધો સ્થાપવાની જાહેરાત ગત 13 ઓગસ્ટે કરી હતી. જે માટે વોશિંગ્ટનની મધ્યસ્થી એક રાજદ્વારી કરાર પણ કરવામાં આવ્યો હતો. જેમાં પેલેસ્ટેનીઓના પોતાના વિસ્તાર વેસ્ટ બેન્ક પર ઇઝરાયેલ હવે દાદાગીરી નહીં કરે અને વિસ્તારવાદી મનોવૃત્તિ છોડી દેશે, એવી શરત પણ મૂકી હતી. આમ એક બાજુ ટ્રમ્પની મધ્યસ્થતાની પહેલથી આરબ દેશો અને ઇઝરાયેલ વચ્ચે સુમેળ સધાય તેવી આશા જાગી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

PM Modi: બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત: “હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર નીકળી પડ્યા છીએ”, જાણો દેશ માટે શું છે વડાપ્રધાનનો પ્લાન
Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી
Pilot Shambhavi Pathak:દિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું: પાઈલટ દીકરીના લગ્નની કંકોત્રી છપાવાની હતી અને કાળમુખી દુર્ઘટનાએ માતમ ફેલાવ્યો
India-EU FTA: ભારત-EU વ્યાપાર સમજૂતી: ખેડૂતોના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય; ડેરી, ચોખા અને ઘઉં પર આયાત ડ્યુટીમાં કોઈ છૂટ નહીં
Exit mobile version